તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપની ટોપી પહેરી:વડોદરામાં 100થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા, મધ્ય ગુજરાત પ્રદેશ મહામંત્રીએ તમામ લોકોને આવકાર્યા

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં વોર્ડ નં-10, 12 અને19ના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા - Divya Bhaskar
વડોદરામાં વોર્ડ નં-10, 12 અને19ના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
  • વડોદરા શહેરના વોર્ડ નં-10, 12 અને19ના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને લઇને આજે વડોદરા શહેરના વોર્ડ નં-10, 12 અને19ના 100થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

વોર્ડ નં-10, 12 અને19ના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગપેસારો થતાં જ હરીફ રાજકીય પક્ષોની ઊંઘ હરામ થઇ ગઇ છે, ત્યારે આમ આદમી પાર્ટીના મધ્ય ગુજરાત પ્રદેશ મહામંત્રી મયંક શર્મા, મધ્ય ગુજરાત પ્રદેશ પર્યાવરણ સેલ પ્રમુખ મયંક ભટ્ટ, વડોદરા શહેર પ્રમુખ પ્રતિમાબેન સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજે આમ આદમી પાર્ટીમાં લોકોને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે 100થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

મધ્ય ગુજરાત પ્રદેશ મહામંત્રીએ તમામ લોકોને આવકાર્યા હતા
મધ્ય ગુજરાત પ્રદેશ મહામંત્રીએ તમામ લોકોને આવકાર્યા હતા

મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા રહેશે
આમ આદમી પાર્ટીના મધ્ય ગુજરાત પ્રદેશ મહામંત્રી મયંક શર્માએ જણાવ્યું હતું કે, હવે વધુમાં વધુ લોકો આપ સાથે જોડાવવા માગે છે. આજે વડોદરામાં 100થી લોકોને અમે આપમાં આવકાર્યા છે અને આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા રહેશે.

આમ આદમી પાર્ટીએ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી
આમ આદમી પાર્ટીએ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી

10 દિવસ અગાઉ વાઘોડિયાના ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતા
10 દિવસ પહેલા જ વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર ભાઇકાકા પાર્ટી પ્લોટમાં આજે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાઘોડિયાના કોંગ્રેસ અગ્રણી અને બરોડા ડેરીના ડિરેક્ટર રાજુ અલવા, પાદરા ભાજપાના અગ્રણી જયદીપસિંહ ચૌહાણ, વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નિરંજન જોષી તેમજ વાઘોડિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રતનસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી હતી.

વડોદરા શહેરના વોર્ડ નં-10, 12 અને19ના 100થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
વડોદરા શહેરના વોર્ડ નં-10, 12 અને19ના 100થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
અન્ય સમાચારો પણ છે...