ઠગાઇ કેસ:ઠગ અપૂર્વ સામે માંજલપુર પોલીસ મથકમાં 10થી વધુ અરજીઓ થઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અપૂર્વ પટેલ - Divya Bhaskar
અપૂર્વ પટેલ
  • એસઆઇટીની રચના બાદ તપાસ શરૂ કરાઈ
  • જે સ્કીમમાં મકાન બુક કરાવ્યું હતું તે સ્કીમ જ બંધ થઇ ગઇ

સિધ્ધિ વિનાયક ડેવલોપર્સના માલિક ઠગ અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ મથકમાં 10 થી વધુ અરજીઓ થઈ છે.ત્યારે શહેરના વિવિધ પોલીસ મથકોમાં અપૂર્વ સામે થયેલી અરજીઓની તપાસ એસઆઈટીની ટીમ કરી રહી છે. જ્યારે દંપત્તીના પાસપોર્ટ અંગેની વિગતો પણ સીઆઈડી દ્વારા મેળવવામાં આવી છે.

મહત્ત્વનું છે કે, પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ દ્વારા સિધ્ધિ વિનાયક ડેવલોપર્સના માલિક અપૂર્વ પટેલ (રહે-સમૃધ્ધી બંગલો,વિશ્વામિત્રી ટાઉનશીપ સામે,વડોદરા) વિરૂધ્ધમાં થયેલી ફરિયાદોની તપાસમાં ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ કમિશનર યુવરાજસિંહ જાડેજા સહિત પાંચ અધિકારીઓની એસઆઈટી બનાવી છે.ત્યારે અપૂર્વ સામે થયેલી અરજીઓની તપાસ એસઆઇટીના અધિકારીઓને આપવામાં આવી રહી છે.જોકે હજુ સુધી અપૂર્વ પોલીસના હાથે ચઢ્યો નથી.

ઠગ અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ મથકમાં 10 થી વધુ અરજી થઈ છે. જે પૈકી માંજલપુરમાં રહેતા વિશાલ પટેલે પણ અપૂર્વ પટેલ વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ નોંધવા અરજી કરી છે. ફરિયાદીની અરજી મુજબ માંજલપુરમાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે મેપલ સિગ્નેચર-1 નામની યોજના શ્રી સિધ્ધિવિનાયક ડેવલોપર્સ દ્વારા મુકાઈ હતી.ફરિયાદીએ મકાન બુક કરવા માટે અપૂર્વ નો સંપર્ક કર્યો હતો.અને મેપલ સિગ્નેચર-1 સ્કિમમાં મકાન બુક કરાવ્યા બાદ સ્કિમ બંધ થઈ ગઈ છે.આ અરજીમાં બીજા 6 વ્યક્તિઓના નામ પણ સામેલ છે. ઉલ્લેખનિય છે કે, અપૂર્વ અને તેના મળતીયાઓ દ્વારા એક મકાન બે લોકોને વેચવામાં આવ્યાં છે, વેચેલા મકાનો પર મળતીયાઓના નામે લોન લેવાઈ હોવાનું ફરિયાદોમાં ઉલ્લેખ થયો છે. ત્યારે અપૂર્વ પટેલ અને તેની ટોળકીએ 150 ઉપરાંત લોકોને છેતર્યાં છે. જે અંગે શહેરના વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો થઈ રહી છે.

એરપોર્ટ પર પણ અપૂર્વની મૂવમેન્ટ તપાસાઈ
ઠગ અપૂર્વ પટેલ દ્વારા છેતરાયેલા 150 થી વધુ લોકોની ફરિયાદો વિવિધ પોલીસ મથકોમાં નોંધાઈ છે.તેવામાં અપૂર્વ પટેલ વિદેશ ભાગી ગયો છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સીઆઈડી દ્વારા અપૂર્વ પટેલના પાસપોર્ટ અંગે તપાસ હાથ ધરાઈ છે.જેમાં અલગ અલગ એરપોર્ટ પર પણ અપૂર્વ પટેલની મુવમેન્ટ તપાસવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...