આગથી અફરાતફરી:વડોદરાના ગોત્રી રોડ પર અમરદીપ કોમ્પ્લેક્ષના 10 વીજ મીટરોમાં આગ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

વડોદરા5 મહિનો પહેલા
આગ લાગતા 10 જેટલા મીટરો બળીને ખાખ થઇ ગ.યા હતા
  • વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો

વડોદરા શહેરમાં ગોત્રી રોડ અમરદીપ કોમ્પ્લેક્ષના વીજ મીટરોમાં આગ ફાટી નીકળી હતી. વીજ મીટરોમાં આગ લાગતા જ કોમ્પ્લેક્ષના રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. અને તમામ લોકો ઘર છોડીને નીચે આવી ગયા હતા. મીટરોમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ફોર્મ અને પાણીનો ઉપયોગ કરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં 10 વીજ મીટરો બળીને ખાખ થઇ ગયા હતા.

લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો
વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર અમરદીપ કોમ્પ્લેક્ષના મીટરોમાં એકાએક આગ ફાટી નીકળતા અફાતફરી મચી ગઇ હતી. મીટરોમાં આગ લાગતાની સાથે જ કોમ્પ્લેક્ષના રહીશો તેમજ બાજુમાં આવેલા અન્ય કોમ્પ્લેક્ષના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. કોમ્પ્લેક્ષના રહીશો અદ્ધર જીવે પોતાના ઘર છોડી નીચે દોડી આવ્યા હતા. દરમિયાન રહીશોએ મીટરોમાં આગ લાગી હોવાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરતા તુરંત જ લાશ્કરો દોડી આવ્યા હતા.

10 જેટલા મીટરો બળીને ખાખ
બીજી બાજુ વિસ્તારના લોકો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન ફાયર બ્રિગેડના લાશ્કરો આવી પહોંચતા લાશ્કરોએ ફોર્મ અને પાણીનો ઉબયોગ કરી આગ કાબુમાં લીધી હતી. આ બનાવની જાણ વીજ કંપનીને થતાં, જીઇબીની ટીમ દોડી આવી હીતી અને આ કોમ્પ્લેક્ષ સહિત આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા. આગમાં 10 જેટલા મીટરો બળીને ખાખ થઇ જતાં કોમ્પ્લેક્ષનો વીજ પુરવઠો બંઘ કરી દીધો હતો.

શોર્ટ સર્કિટથી આગ લાગી
સવારે મીટરોમાં લાગેલી આગમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, આગના બનાવે લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. મીટરોમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...