તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોર્ટ સપ્લાય:બીજા ડોઝના 1 હજારથી વધુ લોકો પરત ગયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવે કેમ્પમાં કોિવશીલ્ડની લાઈન - Divya Bhaskar
રેલવે કેમ્પમાં કોિવશીલ્ડની લાઈન
  • શહેરના માત્ર 4 કેમ્પમાં કોવિશીલ્ડ રસી ફળવાઈ, હજુ પણ લોકોને રાહ જોવી પડશે, કોવેક્સિનના કેન્દ્રો ખાલીખમ

તંત્ર દ્વારા વેક્સિનેશન વધે તેવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે, બીજી તરફ રસી ઉપલબ્ધ ન હોવાથી લોકોને ધક્કા પડી રહ્યા છે. રવિવારે રેલવે સ્ટેશન ખાતેના કેમ્પમાં કોવિશીલ્ડ લેવા લોકોની કતારો લાગી હતી, બીજી તરફ સયાજી હોસ્પિટલ સહિતના વિવિધ સેન્ટરો ખાતે માત્ર કોવેક્સિન ઉપલબ્ધ હોવાથી સેન્ટરો ખાલીખમ જોવા મળ્યાં હતાં. જ્યારે મુસ્લિમ સમાજે રવિવારે 3 જગ્યાએ યોજેલા કેમ્પમાં રેકોર્ડ બ્રેક વેક્સિનેશન કરાયું હતું.

મુસ્લિમ ડોક્ટર એસો.ના અગ્રણી જુબેર ગોપલાની જણાવ્યા મુજબ રવિવારે 2400 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જેમાં તાંદલજામાં 1450, પાણીગેટમાં 650 અને વાડીમાં 300 લોકોએ રસી મુકાવી હતી. તાંદલજાની ખ્વાજા ગરીબ નવાઝ મસ્જિદમાં બંને કમ્યૂનિટીના લોકોએ પ્રથમ વખત રસી મુકાવી હતી.

કોવિશીલ્ડની અછતની પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે : આરોગ્ય વિભાગ
શહેરમાં રવિવારે કોવિશીલ્ડ ન આવતાં કેન્દ્રો પર સવારથી બીજો ડોઝ લેવા પહોંચેલા 1 હજારથી વધુ લોકોને પરત જવું પડ્યું હતું. જ્યારે રેલવે સ્ટેશન અને મુસ્લિમ સમાજ દ્વારા યોજાયેલા રસીકરણમાં કોવિશીલ્ડ ફાળવી હોવાથી કતારો જોવા મળી હતી. બીજી તરફ કોવેક્સિન લેવા પ્રત્યે લોકોમાં ઉદાસીનતા હોવાથી રસીકરણ કેન્દ્રો ખાલીખમ રહ્યાં હતા.

કેન્દ્ર સરકાર દ્વારા જેટલું રસીકરણ થાય તેટલા ડોઝ અપાય છે, જેથી લોકોને ધક્કો ખાવો પડે છે. આગામી દિવસોમાં પણ કોવિશીલ્ડની અછતની સ્થિતિ યથાવત્ રહેશે તેવું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. રેલવે સ્ટેશન ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે યોજેલા કેમ્પમાં 515 લોકોએ રસી મુકાવી હતી. જ્યાં 1 કિલો ચોખાની કિટનું વિતરણ કરાઈ હતી. સ્ટેશન ખાતે અટલાદરા રહેતી મિઝોરમની 2 યુવતીએ રસી લીધી હતી.

અમારો બીજો ડોઝ હતો પણ કોઈ કેન્દ્ર પર રસી નથી
હું કારેલીબાગ માં રહું છું મારો અને મારી પત્નીનો કોવીશીલ્ડનો બીજો ડોઝ હતો. અમને આ ડોઝ લેવા માટે એસએમએસ આવતા આર્ય કન્યા વિદ્યાલય એસ એસ.જી હોસ્પિટલ ના રસીકરણ કેન્દ્રો પર પડ્યા પરંતુ કોઈ જગ્યાએ કોવિશીલ્ડ નથી. આગામી બે-ત્રણ દિવસ આવે તેવી શક્યતા પણ ન હોવાનું રસીકરણ કેન્દ્ર પર જણાવે છે. રસી ન હોય તો સરકાર દ્વારા SMS મોકલવા ન જોઇએ.> કે.બી. ભટ્ટ, નાગરિક કારેલીબાગ

અન્ય સમાચારો પણ છે...