સેવા સેતુ કાર્યક્રમ:1 હજારથી વધુ નાગરિકોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે શુક્રવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar
સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે શુક્રવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
  • આધારકાર્ડના સુધારા માટે ધક્કા ખાતા લોકોને રાહત મળી

સેવા સેતુના સાતમા તબક્કાનો વડોદરા સહિત રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. જેમાં શુક્રવારના રોજ સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાના મેયર કેયુર રોકડીયાએ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. જિલ્લા અને તાલુકા પ્રશાસનના સહયોગથી સેવા સેતુના માધ્યમથી નાગરિકોને મળવાપાત્ર વ્યક્તિગત લાભો સરળતાથી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશરે 1 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.

સેવા સેતુ કાર્યક્રમ દ્વારા અનેક લોકોના દસ્તાવેજી કામ સરળતાથી અને એક જ સ્થળે કરવામાં આવ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થી ચંદ્રકાંતભાઈ જોષી પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ સેવા સેતુ કાર્યક્રમથી તેમનું કામ ખૂબ જ ઝડપથી થઇ ગયું. તેમને કોઈ સરકારી ઓફિસમાં ગયા વગર એક જ સ્થળે સરળતાથી તેમનું, તેમની પત્નીનું અને તેમના પુત્ર જે 100 ટકા વિકલાંગ છે તેમના આધારકાર્ડમાં સુધારો થઇ ગયો. સેવા સેતુ કાર્યક્રમના લાભાર્થી જાદવ નિખિલ કુમારે જણાવ્યું હતું કે ફોર્મ રીજેકશનના કારણે તેમનું આધારકાર્ડ બન્યું ન હતું, પરંતુ સેવા સેતુના માધ્યમથી અહીંના ઓપરેટર જાતે જ કાળજીપૂર્વક ફોર્મ ભરી આપતાં કાર્ડ મળી ગયું.

અન્ય સમાચારો પણ છે...