કોરોના વડોદરા LIVE:કોરોનાના કેસ ઘટ્યા પણ મોત વધ્યા, આજે વધુ 6 દર્દીના મોત, નવા 202 કેસ, 576 દર્દી કોરોના મુક્ત થયા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં શહેરમાં 808 લોકો ક્વોરન્ટીન રહ્યાં છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં આજે નવા 202 કેસ નોંધાયા હતા. કોરોના કેસની કુલ સંખ્યા 1,32,768 ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ 576 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 1,29,195 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આજે વધુ 6 દર્દીના મોત થયા હતા. આમ અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 717 ઉપર પહોંચ્યો છે.

એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 2856 થઇ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 2856 થઇ ગઇ હતી. હાલમાં વેન્ટિલેટર પર 15 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને 62 દર્દી ઓક્સિજન પર છે. હાલ હોસ્પિટલોમાં 206 દર્દી દાખલ છે. હાલમાં શહેરમાં 808 લોકો ક્વોરન્ટીન રહ્યાં છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં આજે સુભાનપુરા, સુદામાપુરી, માંજલપુર, ગાજરાવાડી, ગોત્રી, સમા, માણેજા, સવાદ, તરસાલી, વારસીયા, ફતેપુરા, યમુનામીલ,
રામદેવનગર, હરણી, આજવા રોડ, વડસર, એકતાનગર, દિવાળીપુરા, અટલાદરા, યમુનામીલ અને નવીધરતીમાં નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે આજે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 30, પશ્ચિમ ઝોનમાં 59, ઉત્તર ઝોનમાં 26 અને દક્ષિણ ઝોનમાં 43 કેસ નોંધાયા છે. બીજી તરફ વડોદરા રૂરલમાં 44 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...