તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વાહનની ટક્કરે મોપેડ સવાર આધેડનું મોત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનની ટક્કરે મોપેડ સવાર આધેડનું મોત નિપજ્યું હતું. માંજલપુર તુલસીધામ રોડ બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા નટુભાઇ પરમાર સોમવારે સાંજે સાવલીના ગોઠડા ખાતે તેમની સાસરીમાં મોપેડ લઈ જઈ રહ્યા હતા. તેઓ દેણા ચોકડીથી દુમાડ ચોકડી તરફ જઈ રહ્યા હતા તે સમયે વિશ્વામિત્રી બ્રિજ ઉપર અજાણ્યા વાહને તેઓની મોપેડને ટક્કર મારી હતી. અકસ્માતમાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...