અકસ્માત:વાઘોડિયા બ્રિજ પાસે વાહનની અડફેટે મોપેડ ચાલકનું મોત

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તરસાલીના રહીશ શાકભાજી લેવા જતા હતા
  • ગંભીઇ ઇજાઓ થતાં સ્થળ પર જ દમ તોડ્યો

વાઘોડિયા બ્રિજથી એ.પી.એમ.સી તરફ શાકભાજી લેવા જઇ રહેલા મોપેડ ચાલકને ભારદારી વાહને ટકકરે મારતા તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે બાપોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર તરસાલી આઈટીઆઈ નજીક આવેલા રાજુનગરમાં રહેતા મંગળભાઈ પ્રજાપતિ વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવે છે. તેઓ ધંધા માટે શાકભાજીની ખરીદી કરવા માટે મંગળભાઈ પ્રજાપતિ વહેલી સવારે એપીએમસી માર્કેટ ખાતે ગયા હતા. જ્યાં વાઘોડિયા બ્રિજથી એ.પી.એમ.સી માર્કેટ તરફ જઈ રહ્યા હતા તે સમયે ભારદારી વાહને તેઓની મોપેડને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓનું ગંભીર ઇજાઓનાં કારણે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા બાપોદ પોલીસ અને પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...