અકસ્માત:રોંગ સાઇડે આવેલી બાઇકે ટક્કર મારતાં મોપેડ ચાલકનું મોત

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજવા રોડ પર દશાલાડ ભવન નજીકથી પસાર થતો હતો ત્યારે બનેલી ઘટના, બાઇકચાલક ફરાર

આજવા રોડ દશાલાડ ભવન નજીક શનિવારે રોંગ સાઈડ પર પુરઝડપે આવેલી બાઈકે મોપેડને ટક્કર મારતાં ચાલકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મોત થયું હતું. ગત 29મી તારીખે બપોરે આજવા રોડ પર આવેલી ખતીજા પાર્ક સોસાયટીમાં રહેતો 33 વર્ષનો મુજ્જમીલ ચૌધરી મોપેડ લઇ દશાલાડ ભવન નજીકથી પસાર થઇ રહ્યો હતો તે સમયે રોંગ સાઈડ પર પૂરઝડપે આવેલી એક બાઈકે મુજ્જમીલના મોપેડને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતમાં મુજ્જમીલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક પાણીગેટની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ અકસ્માત સર્જી બાઇક સવાર બાઈક લઈ ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જોકે મુજ્જમીલનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર વેળા મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...