એજ્યુકેશન:મુન મેન ઓફ ઈન્ડિયાનો બીજા દિવસે વિદ્યાર્થીઓ સાથે પરામર્શ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પદ્મશ્રી ડો.માયલસ્વામી અન્નાદુરાઇ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં
  • રમતની​​​​​​​ સાથે વિદ્યાર્થીને ટેકનિકલ જ્ઞાન મળે તેવુ આયોજન કરાયું હતુ

ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગની નોન ટેકનીકલ પરામર્શ ઈવેન્ટનો આજે બીજા દિવસે કલાભવન ખાતે 7હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. ટેકનોલોજી વિભાગ દ્વારા દર વર્ષે નોન ટેકનીકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં 3 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. કાર્યક્રમના બીજા દિવસે મુન મેન ઓફ ઈન્ડિયા અને પદ્મ શ્રી ડૉ. માયલસ્વામી અન્નાદુરાઈએ પરામર્શમાં હાજરી આપી હતી. તેમના દ્વારા વિદ્યાર્થીઓને તેમના ક્ષેત્રનું જ્ઞાન પુરુ પાડવામાં આવ્યું હતુ.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને અંતરીક્ષની મુસાફરીની અનુભુતી વિદ્યાર્થીઓને કરાવવામાં આવી હતી. સાથે પરામર્શમાં અલગ અલગ રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દેશની અનેક યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ આ નોન ટેકનીકલ ઈવેન્ટમાં ભાગ લેવાના છે ત્યારે આજે પણ અનેક રમતોની સાથે વિદ્યાર્થીઓને ટેકનીકલ રીતે જ્ઞાન મળી રહે તેવું આયોજન કરવામા આવ્યું હતુ. સાથે જ વિદ્યાર્થીઓના જીવનમાં આવતી અડચણોને પાર કરવા માટેના નિરાકરણો આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...