તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:માંજલપુરનો મોન્ટુ અગ્રવાલ ચોથીવાર સટ્ટો રમતા પકડાયો

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સટ્ટો રમતા 2 આરોપી પકડાયા. - Divya Bhaskar
સટ્ટો રમતા 2 આરોપી પકડાયા.
 • આજવા રોડની હરિકૃષ્ણ સોસાયટીમાં પોલીસનો દરોડો

આજવા રોડ હરિકૃષ્ણ સોસાયટીમાં એસઓજીએ દરોડો પાડી ક્રિકેટના 3 સટ્ટામાં ભૂતકાળનાં પકડાયેલા રિતેષ ઉર્ફે મોન્ટુ અગ્રવાલ તથા કૃણાલ ઉર્ફે અંકિત માછીને ઝડપી ટીવી અને ફોન મળી 85,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીને બાતમી મળી હતી કે, પંચમ આજવા રોડ હરિકૃષ્ણ ટાઉનશિપમાં મકાન ભાડે રાખી બે શખ્સો બ્રિસ્બેન અને હોબાર્ટ વચ્ચેની મેચનો સટ્ટો રમે છે.

પોલીસે દરોડો પાડી રિતેશ ઉર્ફે મોન્ટુ સુરેન્દ્ર અગ્રવાલ (કૃષ્ણ પુરી સોસાયટી, માંજલપુર) તથા કૃણાલ ઉર્ફે અંકિત સુરેશ માછી (હરિકૃષ્ણ ટાઉનશિપ સયાજી પાર્ક, આજવા રોડ) ને ઝડપી લીધા હતા. પોલીસે જણાવ્યું કે, રીતેશ અને કૃણાલ 6 મહિનાથી સટ્ટાે રમાડી રહ્યા હતા. જેમાં રીતેશ સામે સટ્ટાના 3 ગુના નોંધાયેલા છે. તે ચોથીવાર પકડાયો છે. બંને લોકલ લેવલે સટ્ટો લઇ મુંબઈના રાજા બુકી પાસે કપાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો