દારૂનો જથ્થો ઝડપાયો:સાવલીમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે પ્રોવિઝન સ્ટોરમાં રેડ પાડી, 48 હજારનો દારૂ ઝડપાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • દારૂના જથ્થા સહિત 1 લાખનો મુદ્દામાલ કબજે કરી બેની ધરપકડ

સાવલી તાલુકાના રાસાવાડી ગામના પ્રોવિઝન સ્ટોરમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડીને 48 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂ, 2 મોબાઇલ ફોન, રોકડા રૂ.41,800 મળી કુલ રૂ. 1,00,190નો મુદ્દામાલ કબજે લઇને બાપ અને દીકરાની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મોકલનાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બાતમી આધારે રેડ પાડવામાં આવી
મળતી વિગતો મુજબ સાવલી તાલુકાના રાસાવાડી ગામમાં 48 વર્ષીય બળવંતસિંહ ઉફે ભલો ભગતસિંહ પરમાર અને તેનો 21 વર્ષીય દીકરો અક્ષયકુમાર બળવંતસિંહ પરમાર, બંને ( રહે. વચલા ફળિયામાં, રાસાવાડી, તા. સાવલી ) અક્ષય પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. આ સ્ટોરમાં અને છાપરામાં વિદેશી દારૂ સંગ્રહિત કરે છે. તેવી બાતમી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. તેથી તા.3ના રોજ બપોરે 3થી રાતના 10:30 દરમિયાન રેડ પાડી હતી.

267 નંગ વિદેશી દારૂની બોટલો મળી
દુકાન તથા છાપરામાંથી 267 નંગ વિદેશી દારૂની બોટલો રૂ.48,390ની મળી આવી હતી. તેથી દારૂ, રૂ.10 હજારની કિંમતના 2 મોબાઇલ ફોન, દારૂ વેચાણના રૂ.41,800 લાઇટ બિલ મળી કુલ રૂ.1,00,190નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને બંનેની ધરપકડ કરી હતી. તેમજ દારૂ આપનાર દાહોદના લાલા નામના વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.