વ્યાજખોરોનો ત્રાસ:નાણાં ચૂકવ્યાં છતાં વ્યાજખોરોએ ટોર્ચર કરતાં વેપારીનો આપઘાત, અંતિમચિઠ્ઠી લખી ઝેરી દવા પી લીધી, 5 વ્યાજખોરો સામે ગુનો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેપારીને ધંધામાં 65 લાખનું દેવું થતાં પૈસા વ્યાજે લીધા હતા

ભાગીદારીના ધંધામાં રૂા.65 લાખનું દેવું થિ ગયા બાદ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આત્મહત્યા કરી લીધી હતી. પાણીગેટ પોલીસે 5 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શક્તિરાજસિંહની ફરિયાદ અનુસાર, 20 માર્ચે તેમનાં માસી પુનમબેન પાટીલ (અલકાપુરી)એ ફોન કરીને પિતા યોગેન્દ્રસિંહે કોઈક કારણસર ઝેરી દવા પી લીધી હોવાનું જણાવતાં તે વડોદરા આવ્યાં હતા અને તેમના પિતાનું મૃત્યું થયું હતું.

શક્તિરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું કે, મારા પિતાએ બીરેન પટેલ (વાડી)એ અપાવેલા રૂપિયાનું વ્યાજ ચૂકવવા તેમજ અન્ય લોકો પાસેથી લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવવા ભરૂચના કડોદરા ગામની 45 લાખમાં લીધેલી દોઢ એકર જમીન માત્ર 18 લાખમાં તેમનું નામ કમી કરાવી તેમના પાર્ટનરને આપી દીધી છે. તેમજ જણિયાદરા ખાતે આવેલી સાડા ચાર એકર જમીન 16 લાખ લઈને ગિરવી મૂકેલી હતી. તે આવેલા રૂપિયામાંથી બીરલ ઉર્ફે બીરેન પટેલ અને જણિયાદરાની જમીન મોર્ગેજ કરેલી છે તે વસંત ગોહિલ 4 લાખ મારા પિતા પાસેથી લઈ ગયા છે. છતાં આ બીરલ ઉર્ફે બીરેન પટેલ મારા પિતાને ટોર્ચર કરી વ્યાજનું વ્યાજ ગણી રૂપિયાની ઉઘરાણી કરતા હતા.

ચકો જેનું અસલી નામ ઈન્દ્રવદન જગદિશચંદ્ર સુખડિયા (તબાકવાડા,હાથીખાના) છે, તેણે ટોર્ચર કરીને ફરિયાદીનું ગાયકવાડ કંપાઉન્ડનું મકાનનું વગર કબજાનું રજિસ્ટર બાનાખત કરાવી લીધું છે. પુત્રે સ્યૂસાઇડ નોટના આધારે વિલાસ ઘાડગે, શંકર ઉર્ફે સંજય ઉર્ફે લલ્લુ, બીરલ ઉર્ફે બીરેન પટેલ, ઈન્દ્રવદન ઉર્ફે ચકા સુખડિયા અને ખ્યાતીબેન પંડ્યા વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે પાંચેય વ્યક્તિ સામે ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ લગાવી ગુનો નોંધ્યો છે.

વેપારી લખેલી અંતિમ ચિઠ્ઠીના અંશ ...
વર્ષ 2012માં અમારા ભાગીદારી ધંધામાં વિલાસભાઈ ઘાડગે જે આઈપીસીએલમાં નોકરી કરતા તેઓએ રૂા.65 લાખનું ગબન કરેલું હતું. અને તેની ફરિયાદ જે તે વખતે વાગરા પોલીસ સ્ટેશનમાં કરી હતી. કુટુંબની સલાહ મુજબ ભગવાન તેનું જોશે અને અહીં ભોગવશે તેમ કરી સમજાવી આગળ કાર્યવાહી કરવા મને અટકાવ્યો હતો. ત્યાર પછી મને પૈસાની તૂટ પડતાં વ્યાજે પૈસા લેવાનું ચાલુ કર્યું હતું.
દિલીપભાઈ જેઓની દુકાન અંબામાતાના ખાંચામાં આવેલી છે, તેઓની પાસેથી સાલ 2015માં રૂપિયા 3 લાખ, શંકરભાઈ ઉર્ફે સંજયભાઈ (લલ્લુભાઈ) મારફતે પ્રોમિસરી નોટમાં સહી કરીને 5 ટકા વ્યાજે લીધેલા હતા. ખાસા પૈસા દિલીપભાઈને ચૂકવેલા પણ હજુ ખાસી મોટી રકમ આપવાની કાઢેલી છે. દિલીપભાઈ મને ટોર્ચર કરી ઉઘરાણી કરતા હતા.

વર્ષ 2019માં વાડીમાં રહેતા બીરલ પટેલની મુલાકાત થઈ હતી. તેઓએ અમારી જમીનનો સોદો નરેન્દ્રસિંહ રાજપૂત પ્રિમિયર ચેમ્બર સાથે કરાવ્યો હતો. અને બાનાખત કરી 7.80 કરોડના ચેક આપ્યા હતા, તે બધા રિટર્ન ગયા હતા. આ પૈસાના ભરોસે તેઓએ મને ચકાભાઈ સુખડિયા પાસેથી 5 ટકા લેખે 2+7 લાખ અપાવ્યા હતા અને દર મહિને વ્યાજ આપતો ગયો પણ આગળ વ્યાજનું વ્યાજ કરી મોટી રકમ ઊભી કરી છે. દેવાભાઈ કરજણ સંપૂર્ણ નિર્દોષ છે. તેણે મને 5+5 કરી 10 લાખ અપાવ્યા હતા.

બિરેન મારફતે કરજણથી તેને પણ 16 થી 17 લાખ પરત કરેલા છે. તેમ છતાં હજુ મોટી રકમની ઉઘરાણી બાકી છે. તેને પણ જેની પાસેથી પૈસા અપાવેલા છે તે તેને હેરાન કરે છે. જેથી તે મને ફોન કરે છે. બિરેનભાઈ જેટલી વખત પૈસા અપાવેલા તેમાંથી તે પોતે પણ જરૂર છે તેમ કહી લઈ લેતા હતા. પૈસાની સગવડ થાય ત્યારે ચકાભાઈ કે દેવાભાઈ આપવાના થાય ત્યારે પણ તે ઓછા આપતો હતો. આમ ટુકડે ટુકડે લગભગ 9 લાખ જેટલા તેઓએ મને આપવાના થાય છે. તે માટે મારું વોટ્સએપ ચેટ ચેક કરશો.

વિલાસભાઈએ એમના મિત્ર રાજુભાઈ જે એસબીઆઈમાં નોકરી કરતા હતા તેમની પાસેથી મને રૂા.4.50 લાખ વ્યાજે અપાવ્યા હતા. તેનું પણ ખાસી રકમ આપી દીધેલી છે. તેની ઉઘરાણીનો હિસાબ મોબાઈલમાં છે. વિપુલભાઈ કંસારાએ મને 2 લાખ નીરવ શાહ પાસેથી લઈ આપ્યા હતા. તેના પણ વ્યાજ સહિત ઘણી રકમ આપી દીધેલી છે. તે છતા તે વિપુલભાઈનું જમીન વેચાણનું પેમેન્ટ આવ્યું હતું તે રોકી રાખી આપતા નથી અને મારા હિસાબનું પતાવી આપવા જણાવ્યું છે.મારા મિસીસના નામનો ફ્લેટ કુંજ-11માં ચોથા માળે 401માં આવેલો છે.

જે મે 2018માં નામદેવ પંડ્યાને રૂા.10 હજારમાં માસિક ભાડેથી આપ્યો હતો. તે ફાઇનાન્સનું કરતા હતા. મને પૈસાની જરૂર હતી એટલે 4 લાખ આપ્યા હતા. ત્યારબાદ ભાડું પણ મેં આજદિન સુધી લીધું ન હતું, પછી 2 લાખ આપ્યા હતા. તે સમયે 4 લાખનો ચેક આપ્યો હતો. ત્યારબાદ 10 લાખનો ચેક એચડીએફસીનો મારી જમીનનો સોદો થયો ત્યારે હિસાબ પતાવવા અને ઉપર વધે તો તેમને પૈસાની જરૂર હોવાથી આપેલો પણ મારો સોદો કેન્સલ થઈ જતાં મારો ચેક રિટર્ન થતાં તેઓ પાસે રાખ્યો હતો અને નવેમ્બરમાં એમણે સ્યૂસાઈડ કરી લેતાં ત્યારબાદ તેમની પત્ની ખ્યાતિબેન મળતાં તેઓએ જણાવ્યું હતું કે, તમને મારા હસબન્ડે 14 લાખ આપ્યા છે, તે આપશો એટલે ઘર ખાલી કરીશ. છેલ્લા 15 દિવશથી મેં પ્રયત્ન કર્યો એટલે તે આપવા મજબૂર કર્યો. મારા ચેક બતાવી બ્લેકમેલ કરે છે પણ ક્યારે આપ્યા 10 લાખ તે બતાવતા નથી.કુટુંબનું મારી પર પ્રેશર કે દબાણ નથી કોઈ કલેશ-કંકાસ નથી સંપીને રહેશો. મધરનું ખાસ ધ્યાન રાખશો.

અન્ય સમાચારો પણ છે...