ઠંડા પવનોની અસર:8.9 ડિગ્રી સાથે સોમવાર સિઝનનો કોલ્ડેસ્ટ ડે બન્યો, આજે પણ ઠંડી અકબંધ રહેશે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16મીએ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવના

પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના પગલે શહેરમાં ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. 11 કિમીની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનોના કારણે સોમવારે ઠંડીનો પારો 8.9 ડિગ્રી નોંધાતાં સિઝનનો કોલ્ડેસ્ટ ડે નોંધાયો હતો. રવિવારે શહેરમાં સિઝનમાં પહેલી વખત ઠંડીનો પારો 9.2 ડિગ્રી નોંધાયો હતો.

જોકે છેલ્લાં બે વર્ષમાં જાન્યુઆરી મહિનામાં પહેલી વખત ચાલુ વર્ષે ઠંડીનો પારો 8.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે. છેલ્લે વર્ષ 2019માં 28 જાન્યુઆરીના રોજ ઠંડીનો પારો 7.6 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગના મતે મંગળવારે પણ ઠંડા પવનો ફૂંકાવાના ચાલુ જ રહેશે. જેથી મંગળવારના રોજ પણ શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી કે તેથી નીચે નોંધાઈ શકે છે. 16 જાન્યુઆરીએ ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની વકી છે.

અન્ય સમાચારો પણ છે...