• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Molester Raped His Mother By Putting Her In Front Of Two Children In A Car And Also Physically Molested Her 5 year old Daughter In Vadodara,

દુષ્કર્મ:વડોદરામાં હવસખોરે બે સંતાનની સામે જ કારમાં બેસાડીને માતા પર દુષ્કર્મ આચર્યુ, 5 વર્ષની દીકરી સાથે પણ શારીરિક છેડછાડ કરનાર ઝડપાયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાએ બળાત્કાર ગુજારનાર યુવાન સામે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
મહિલાએ બળાત્કાર ગુજારનાર યુવાન સામે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)
  • નરાધમે મદદ કરવાના બહાને બોલાવીને મહિલા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું
  • જેલમાં રહેલા મહિલાના પતિના પરિચયમાં આવેલા શખ્સના પુત્રે કારમાં મહિલાને છાણીમાં અવાવરું જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કર્યું

છેલ્લા દોઢ વર્ષથી ચેઇન સ્નેચિંગના ગુનામાં અમદાવાદ સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા આરોપીની પત્નીને આર્થિક મદદ કરવાના બહાને છાણી બ્રિજથી છાણી ગામ તરફ જવાના રસ્તા ઉપર લઇ જઇને 5 વર્ષની માસુમ બાળકી સામે જ કારમાં બળાત્કાર ગુજારનાર યુવાન સામે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, હવસખોરે બળાત્કારનો ભોગ બનેલી યુવતીની 5 વર્ષની દીકરીની પણ શારીરિક છેડછાડ કરી હતી.પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીની પત્ની વડોદરામાં રહે છે
છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વડોદરા શહેરના હરણી-વારસીયા રીંગ રોડ ઉપર રહેતા અને 25 જેટલા ચેઇન સ્નેચિંગ સહિત અન્ય ગુનામાં સેડોવાયેલા ઉમેશ છેલ્લા દોઢ-બે વર્ષથી અમદાવાદ સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેની પત્ની કામીની(નામ બદલ્યું છે) તેના બે સંતાનો સાથે વડોદરામાં રહે છે. અને પોતાનું ગુજરાન ચલાવે છે.

નરાધમે મદદ કરવાના બહાને બોલાવીને મહિલા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું(પ્રતિકાત્મક તસવીર)
નરાધમે મદદ કરવાના બહાને બોલાવીને મહિલા ઉપર દુષ્કર્મ આચર્યુ હતું(પ્રતિકાત્મક તસવીર)

મહિલાને આર્થિક મદદ કરવાના બહાને બોલાવી
છાણી પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે ઉમેશની સાથે અમદાવાદ સાબરમતી જેલમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાપરડા ગામનો રણછોડ અંબાલાલ પટેલ પણ સજા ભોગવી રહ્યો છે. ઉમેશ અને રણછોડ વચ્ચે જેલમાં મિત્રતા થઇ હતી. જેથી ઉમેશ મિત્ર આરોપી રણછોડ પટેલના પુત્ર લાલા(રહે. રાપરડા, તા. કાલોલ, જિ. ગાંધીનગર)ને પણ ઓળખતો હતો. ગત 11 નવેમ્બરના રોજ સાંજના સમયે લાલો પટેલ વડોદરા આવ્યો હતો અને ઉમેશની પત્ની કામીનીને આર્થિક મદદ કરવાના બહાને ફોન કરીને દશરથ ગામ પાસેના પેટ્રોલ પંપ પાસે બોલાવી હતી.

બંને બાળકો સામે જ માતા પર દુષ્કર્મ આચર્યુ
કામીની પોતાની 5 વર્ષની દીકરી સહિત બંને બાળકોને લઇ દશરથ પાસેના પેટ્રોલ પંપ પાસે આર્થિક મદદની આશાએ ગઇ હતી. પેટ્રોલ પંપ પાસે કાર લઇને ઉભેલા લાલા રણછોડ પટેલે કામીનીને પોતાની કારમાં બેસાડી દીધી હતી અને એટીએમમાંથી પૈસા ઉપાડવા પડશે. તેમ કહીને કાર છાણી બ્રિજથી છાણી ગામ તરફના કાચા રસ્તા ઉપર લઇ ગયો હતો અને રસ્તામાં કામીનીના બંને બાળકો સામે કામીની ઉપર કારમાં જ બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલાની 5 વર્ષની દીકરીની શારીરિક છેડછાડ કરી
લાલા પટેલે બળાત્કાર ગુજાર્યા બાદ કામીની હવસખોર લાલાને પોલીસમાં પકડાવી દેવા માટે તેની સાથે નટુભાઇ સર્કલ પાસે આવી હતી. સિટીમાં આવતી સમયે હવસખોર લાલાએ કામીનીની સાથે બેઠેલી પાંચ વર્ષની દીકરીની પણ શારીરિક છેડછાડ કરી હતી. દીકરી સાથે પણ લાલાએ છેડછાડ કરતા કામીની ગુસ્સે ભરાતા લાલો કામીનીને આર્થિક મદદ કર્યાં વિના કામીની અને તેના બે બાળકોને રસ્તામાં ઉતારી રવાના થઇ ગયો હતો.

5 વર્ષની દીકરી સાથે પણ શારીરિક છેડછાડ કરી હતી(પ્રતિકાત્મક તસવીર)
5 વર્ષની દીકરી સાથે પણ શારીરિક છેડછાડ કરી હતી(પ્રતિકાત્મક તસવીર)

પોલીસે હવસખોર સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો
દરમિયાન કામીની બંને બાળકો સાથે છાણી પોલીસ મથકમાં પહોંચી હતી અને હવસખોર લાલા રણછોડ પટેલ(રહે, રાપરડા, તા. કલોલ, જિ. ગાંધીનગર) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે લાલા પટેલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.આ બનાવની વધુ તપાસ છાણી પીઆઇ આર.ડી. મકવાણા કરી રહ્યા છે.

બંને સંતાનોને દશરથ ખાતે મોપેડ પર બેસવા જણાવી મહિલાને કારમાં લઈ ગયો
કલોલથી નાણાં આપવા આવેલા લાલા રણછોડ પટેલે મહિલા સાથે બદકામ કરવાનું પહેલેથી જ નક્કી કર્યું હોય તેમ તેણે મહિલાને દશરથ બોલાવી હતી. જ્યાં એટીએમમાંથી નાણાં ઉપાડવાનાં છે તેમ કહી બંને સંતાનોને દશરથ હોટલની બહાર મોપેડ પાર્ક કરી ત્યાં બેસાડી મહિલાને કારમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.

પતિ સામે ચેઇન લૂંટના 22 ગુના
પોલીસના જણાવ્યા પ્રમાણે દુષ્કર્મનો ભોગ બનનારી મહિલાનો પતિ રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ ચેઇન સ્નેચિંગની 22 ફરિયાદ છે. અગાઉ જામીન પર છુટકારો થયા બાદ હાજર થયો નહતો. જોકે 10 વર્ષે ઝડપાતાં તે સાબરમતી જેલમાં છેલ્લાં દોઢ વર્ષથી સજા ભોગવી રહ્યો છે. જમીનની મેટરમાં જેલમાં આવેલા રણછોડ પટેલ સાથે તેને સારા સંબંધ બંધાયા હતા.

પોલીસે 8 કિમી સુધી પીછો કર્યો પણ આરોપી ફરાર થયો
​​​​​​​મહિલા સાથે થયેલા દુષ્કર્મ બાદ તેણે યુક્તિ વાપરી આરોપી લાલાને લલચાવ્યો હતો અને તેની માતાને બનાવ અંગે જાણ કરી નટુભાઈ સર્કલ પાસે પોલીસ સાથે ઊભા રહેવા જણાવ્યું હતું. નટુભાઈ સર્કલ નજીક પોલીસને જોઇ લાલા પટેલ ત્યાંથી ફરાર થયો હતો. ત્યારબાદ પણ પોલીસની મદદથી આરોપીને પકડવા મહિલાએ તેને કોલ કરી ચકલી સર્કલ પાસે બોલાવ્યો હતો. વાસનાનો ભૂખ્યો લાલાે ચકલી સર્કલ પહોંચ્યા બાદ ત્યાંથી પણ પોલીસને જોઈ ભાગ્યો હતો. પોલીસે હરિનગર સુધી 8 કિમી તેનો પીછો કર્યો હતો, પરંતુ લાલા પટેલ ગોત્રી રોડ પર ફરાર થયો હતો.જો કે પોલીસે તેને ઝડપી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...