તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:મહિલા પર ફાયરિંગના બનાવમાં મોઇનની જામીન અરજી નામંજૂર

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • યાકુતપુરા વિસ્તારમાં પ્રોપર્ટી વિવાદમાં બનાવ બન્યો હતો

પ્રોપર્ટી વિવાદમાં યાકુતપુરા વિસ્તારમાં મહિલા પર ફાયરિંગ કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, સપ્ટેમ્બર 2020માં યાકુતપુરા સોડા ફેકટરી પાસે રહેતા નઇમ અબ્દુલ રહેમાન શેખના ઘરે એક્ટીવા લઇને આવેલા બે જણા પૈકી એકે અમીનાબાનુ શેખ પર દેશી તમંચાથી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. મહિલાને ઇંજા પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી મોઇ્ન અબ્દુલ રહેમાન શેખ તથા રીલીફ રોડની સહારા હોટલમાંથી અમજદશા દિવાન સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.પોલીસ પૂછપરછમાં આરોપી મોઇને એ જણાવ્યું હતું કે, તેના ભાઇ નઇમ સાથે તેને પ્રોપર્ટીનો વિવાદ ચાલતો હતો અને તેમાં તેની ભાભી અમીનાબાનુ જવાબદાર હતી.

જેથી ગુસ્સામાં હતો અને તેની રીસ રાખી તેણે ષડયંત્ર રચી અમીનાબાનુંને રસ્તામાંથી હટાવવા કાવતરું રચ્યું હતું.આ બનેલાં બનાવમાં આરોપી મોહંમદ મોઇન અબ્દુલ શેખે અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો