પીએમના બર્થ ડેની ઉજવણી:વડોદરામાં મોદીના જન્મદિવસને લઇને 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી પ્રજાલક્ષી કાર્યક્રમો યોજાશે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આવશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા પ્રજાલક્ષી પ્ળકાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે - Divya Bhaskar
પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા પ્રજાલક્ષી પ્ળકાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
  • ગાંધી જયંતી પ્રસંગે ખાદી વસ્ત્ર ખરીદવા માટેની જનજાગૃતિ સહિતના અનેક પ્રજાલક્ષી કામગીરી થશે

17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા પ્રજાલક્ષી પ્ળકાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીનું 71મું વર્ષ પૂર્ણ થવાના વધામણા રૂપે ભાજપ દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી પ્રજાલક્ષી કાર્યક્રમોના ભાગરૂપે પાર્ટીના વિવિધ મોરચા અને વિવિધ સેલના સંયોજકો દ્વારા નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ દ્વારા અભિનંદન આપતા કાર્યક્રમોનો પ્રારંભ કરીને દિવ્ય ભારત-ભવ્ય ભારતના રાષ્ટ્ર સંકલ્પ સહિત, પર્યાવરણ, સ્વાસ્થ્ય, સેવાકિય પ્રવૃત્તિઓ, ગરીબ કલ્યાણ યોજનાના કારીગરોને પ્રોત્સાહિત કરવા, ગાંધી જયંતી પ્રસંગે ખાદી વસ્ત્ર ખરીદવા માટેની જનજાગૃતિ સહિતના અનેક પ્રજાલક્ષી કામગીરી થનાર છે.

શ્રમયજ્ઞથી કાર્યક્રમો થકી પીએમના જન્મદિવસની ઉજવણી કરશે
ભારતીય જનતા પાર્ટી સેવાની પ્રવૃત્તિઓને અવિરત પ્રાધાન્ય આપવા પ્રતિબદ્ધ હોઇ કોરોના મહામારી દરમિયાન સેવા -સમર્પણ અભિયાનને વધુ જાગ્રત અને પ્રભાવી બનાવવાના અનેક કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીની નોંધ દેશ-વિદેશમાં લેવાય તેવા સદવિચારથી પ્રેરિત થઇને ભાજપ શહેર સંગઠન અને સંનિષ્ઠ કાર્યકર્તાઓ પોતાના શ્રમયજ્ઞથી ભવ્ય કાર્યક્રમો થકી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહેશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરમાં સંઘના પ્રચારક તરીકે 1984-1986 સુધી સંઘ કાર્યાલયમાં રહીને દેશ ભાવના જાગૃત કરવાની કામગીરીમાં જોડાયેલા હતા, તે સ્થળ જે હાલમાં શાસ્ત્રી પોળ ખાતે આવેલી છે, તેની મુલાકાતે બંને નેતાઓ હાજરી આપશે. તદુપરાંત વડોદરા શહેર સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રજાલક્ષી જે યોજનાઓ છેલ્લા 7 વર્ષમાં શરૂ કરવામાં આવેલી છે. તેવી 71 અલગ-અલગ યોજનાઓને 71 હોટ એર બલૂનના માધ્યમથી પ્રજાને માહિતગાર કરવાનો કાર્યક્રમ રાખેલો છે. જેમાંથી એક હોટ એર બલૂન આ સ્થળે લગાવવામાં આવશે.

271 ગંગા સ્વરૂપ બહેનોને પેન્શન સહાયના પ્રમાણપત્ર એનાયત કરાશે
નીતિન ગડકરી અને સી.આર.પાટીલ દ્વારા 271 ગંગા સ્વરૂપ બહેનોને પેન્શન સહાય માટેના રાજ્ય સરકારના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જે કાર્યક્રમ સર સયાજીરાવ નગરગૃહ ખાતે રાખવામાં આવ્યો છે. અને તેજ સ્થળે દિવ્યાંગોને સાંસદ નિધિમાંથી કૃત્રિમ અંગો પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...