તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણિત અધિવેશન:મોડેલ, સોફ્ટવેરથી ગણિત શિખવવાની ચર્ચા કરાઇ, 57મું વાર્ષિક ગણિત અધિવેશન યોજાયું

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
એમએસયુની સાયન્સ ફેકલ્ટીના ગણિત વિભાગ ખાતે પ્રોફેસર્સે ઓનલાઇન 3 દિવસીય ગણિત અધિવેશનમાં ભાગ લીધોે. - Divya Bhaskar
એમએસયુની સાયન્સ ફેકલ્ટીના ગણિત વિભાગ ખાતે પ્રોફેસર્સે ઓનલાઇન 3 દિવસીય ગણિત અધિવેશનમાં ભાગ લીધોે.

ગુજરાત ગણિત મંડળ દ્વારા 57માં વાર્ષિક અધિવેશનનું આયોજન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગણિત વિભાગ ખાતે 25 થી 27 ડિસેમ્બર દરમિયાન યોજાયું હતું. વર્ષ 1964માં ગુજરાત ગણિત મંડળની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે આ અધિવેશન ઓફલાઇન યોજાય છે પરંતુ કોરોનાને કારણે અધિવેશનનું આયોજન ઓનલાઇન કરવામાં આવ્યું હતું. આ અધિવેશન સામાન્ય વિભાગ, શાળા વિભાગ અને કોલેજ વિભાગ તેમ ત્રણ વિભાગમાં યોજાય છે. સામાન્ય વિભાગરમાં ગણિત વિષયમાં રસ ધરાવતા દરેક વ્યક્તિ ભાગ લે છે જ્યારે શાળા અને કોલેજ વિભાગના અધિવેશનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રોફેસર્સ ભાગ લે છે.

57માં ગુજરાત વાર્ષિક અધિવેશન વિશે માહિતી આપતા એમએસયુની ફેક્લટી ઓફ સાયન્સના ડિન પ્રો. હરી કટારીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય વિભાગના અધિવેશનમાં પ્રશ્ન સંધ્યા, ગણિત સમાચાર અને વ્યક્તિ વિશેષ જેવા સેશન પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રશ્ન સંધ્યામાં ગણિતના 10 અઘરા પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આપવામાં આવે છે અને અંતે તેની ચર્ચા કરાય છે.

ગણિત સમાચારમાં સમગ્ર વર્ષ દરમિયાન ગણિતને લગતી ઘટાનાઓ વિશે માહિતી આપવામાં આવે છે. વ્યક્તિ વિશેષમાં તાજેતરમાં સ્વર્ગવાસ પામેલા ગણિત અને ખગોળ શાસ્ત્રી ડો. અરૂણ વૈદ્ય, ફાધર સી.જી વાલેસ અને ડો. ધનેશ ભાવસારને અને ગણિતમાં તેમના યોગદાન વિશે ચર્ચા કરવામાં આવી હતી. ડો. અરૂણ વૈદ્ય ગુજરાત ગણિત મંડળના પાયાન કાર્યકર અને ઓલંપિયાડની ગણિતની પરિક્ષામાં ભારતનું પ્રતિનિધત્વ કરતા હતા. તેઓ ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તક પણ લખતા હતા.

શાળા અને કોલેજના અધિવેશનમાં બાળકોને અને વિદ્યાર્થીઓને કઇ રીતે મોડેલ અને સોફ્ટવેરની મદદથી સમજાવીને સરળ રીતે ગણિત ભણાવી શકાય તે વિશે પ્રોફેસર અને શિક્ષકોએ ચર્ચા કરી હતી. વર્ષ 2021ના ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે મહારાજા સયાજીરાવ યુવિર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સના ડિન પ્રો. હરી કટારીયાને નિયુક્ત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો