રેસીપી:આદુ, ફુદીનો, મધ અને એલોવેરાથી બન્યા મોદક, શ્રીજીના પ્રસાદ માટે ‘ઇમ્યુનિટી બૂસ્ટર મોદક’

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણેશ ચતુર્થીમાં આ વર્ષે ઘરે ઘરે માટીનાં ગણપતિની સ્થાપાયા છે. ભક્તો આ વર્ષે કોરોનાના કારણે પ્રસાદ પણ બહારથી લાવવાની જગ્યાએ ઘરે બનાવવાનું પસંદ કરી રહ્યા છે. શેફ નેહા ઠક્કરે પ્રોટીનયુક્ત તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે તેવા ઇમ્યુનિટી બૂસ્ટર મોદકની રેસીપી શરે કરી છે. જેમા કોરોનાથી બચવા માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારતી સામગ્રી જેમ કે મધ, આદુ, ફૂદીનો, અલોવેરા, હળદર અને સૂંઠનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સામગ્રી
શેકેલા સીંગદાણાનો પાઉડર - એક નાની વાટકી, મધ - 5 ચમચી મધ, મિલ્ક પાવડર - 4 ચમચી, આદુ નો રસ - 2 મોટી ચમચી, અજમાના પાનનો રસ - અળધી ચમચી, તુલસીના પાનનો રસ - 15, પુદીનાના પાનનો રસ - 10, એલોવીરા નો પલ્પ - 2 ચમચી, હળદરનો રસ - 2 ચમચી, સુંઠ પાવડર - અળધી ચમચી, જેઠી મધ પાવડર - અળધી ચમચી, ગંઠોડા પાવડર - અળધી ચમચી, તજ પાવડર - ચપટી, જાવણત્રી પાવડર - ચપટી, ખસખસ -1 ચમચી, લીલી ચા - 1 ચમચી, કાજુનો પાઉડર - 5 નંગ, બદામનો પાઉડર - 5 નંગ, કોપરાનું છીણ - 2 ચમચી

રીત
સૌ પ્રથમ સીંગદાણાને શેકી ક્રશ કરવા. એલોવિરાની છાલ કાઢી, પીસ કરી ઠંડા પાણીથી ધોઈ ક્રશ કરી લેવું. તેને એક બાઉલમાં કાઢી તેમાં મધ, મિલ્ક પાવડર, આદુનો રસ, અજમાના પાનનો રસA, તુલસીના પાનનો રસ, ફૂદીનાનો રસ, હળદર, સૂંઠ પાઉડર, જેઠી મધ પાવડર, ગંઠોડા પાવડર, તજ પાઉડર, જાવંત્રી પાવડર, કાજુબદામનો પાઉડર, કોપરાનું છીણ, ખસખસ નાખી મિક્સ કરી લેવું. મધ અને મિલ્ક પાઉડર હોવાથી ખાંડ નાખવાની જરૂર નથી પરંતુ બાપ્પા માટે મોદક બનાંવાના છે તેથી 2 ચમચી ગોળ અને 1 ચમચી ઘી ઉમેરવા. બધું મિક્સ કરી મોદકનાં મોલ્ડમાં ભરી મોદક બનાવી લેવા.

ઇમ્યુનિટી બૂસ્ટર મોદકના ફાયદા
લીલી ચા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેમજ શરદી-કફ અને માથાનો દુખાવો જેવા રોગોમાં રાહત આપે છે. એલોવિરા હિમોગ્લોબીન વધારે છે. તુલસી દરેક બીમારી માટે રામબાણ ઈલાજ છે. ફુદીનો હાડકાને શક્તિ આપે છે અને મજબૂત બનાવે છે. જાવંત્રી સંધિવા અને લોહીની ગાંઠો સરખી કરવામાં ઉપયોગી છે. આદુમાં પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ્, કેલ્શિયમ જેવા પોષક તત્વ છે.

અન્ય સમાચારો પણ છે...