તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ડભોઇ સીએચસીના કોવિડ કેર સેન્ટર ખાતે ફાયર સેફ્ટીની સમજ માટે મોકડ્રીલ યોજાઈ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ કેર સેન્ટરોમાં સાવચેતીના પગલાં રૂપે મોકડ્રીલનું આયોજન કરાય છે

જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ચાર તાલુકાઓના સરકારી દવાખાનાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ફાયર સેફ્ટી અને ઓક્સિજન સેફ્ટી ઓડિટ જેવી આગની હોનારતો વિષયક તકેદારી લેવામાં આવી છે.

આ કોવિડ કેર સેન્ટરોમાં સાવચેતીના વધુ એક પગલાં રૂપે કલેકટરની સૂચનાથી અને ડિઝાસ્ટર શાખાના સહયોગથી ફાયર સેફ્ટી તાલીમ આપ્યા પછી સુસજ્જતાની ચકાસણી માટે ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજવામાં આવી રહી છે. શુક્રવારે પાદરા પછી શનિવારે ડભોઇ સી.એચ.સી.ના કોવિડ કેર સેન્ટર ખાતે ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજીને વિવિધ પ્રકારની આગની દુર્ઘટનાઓ સામે રાખવાની સાવચેતી અને આ દુર્ઘટનાઓ વખતે લેવાના પગલાંની સુસજ્જતા ચકાસવામાં આવી હતી. આ મોકડ્રીલમાં ડભોઇના પ્રાંત અધિકારી, મામલતદાર ચીફ ઓફિસર, ટી.એચ.ઓ., ટીડીઓ સહિત અધિકારીઓ અને કેર સેન્ટરના તબીબો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...