તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:મોકડ્રીલ : અતાપી વન્ડરલેન્ડ ખાતે મળેલા બોમ્બને ડિફ્યૂઝ કરાયો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના આજવા સરોવર સ્થિત અતાપી વન્ડરલેન્ડ ખાતે શંકાસ્પદ વ્યક્તિ દ્વારા બોંબ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાના કંટ્રોલ મેસેજના આધારે જીલ્લા અને તાલુકાની પોલીસની ટીમો,ડોગ સ્ક્વોડ અને બોંબ ડિસ્પોઝીબની ટીમોની શાયરન વગાડતી ગાડીઓ વન્ડર લેન્ડ ખાતે પહોચી સંપુર્ણ પરીસરમાં સર્ચ ઓપરેશન કરીને બોંબ નિષ્ક્રિય કર્યો હતો. બુધવારે બપોરે પોલીસના આ દિલધડક ઓપરેશને કારણે સ્થાનિક રહિશો પણ ગભરાઈ ગયા હતા.

જોકે આ માત્ર એક મોકડ્રિલ હોવાનું જાણી રહિશોએ રાહતનો દમ લીધો હતો.વડોદરા ગ્રામ્ય એસઓજીના જણાવ્યા અનુસાર, વિવિધ આતંકવાદી ગ્રુપ દ્વારા દેશના જાહેર સ્થળોને ટાર્ગેટ બનાવી હુમલો કરવાની સંભાવના રહેલી છે. જેના પગલે પોલીસ એન્જસીઓની સતર્કતા તપાસવા માટે રાજ્યના ડીજીપી દ્વારા વડોદરા પોલીસને જિલ્લા સ્તરે મોકડ્રીલનું આયોજન કરવા સુચના અપાઈ હતી. જેથી બુધવારે બપોરે 12 વાગે અતાપી વન્ડરલેન્ડ ખાતે બોંબને શોધી તેને ડિફ્યુઝ કરવાની એક મોકડ્રીલ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, અતાપી વન્ડરલેન્ડ ખાતે સીક્યુરીટી દ્વારા એકને શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા જોવાયો હતો. ગાર્ડે સવારે 10ની આસપાસ વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...