એમ.એસ.યુનિવર્સિટીમાં નેકની કમિટી બોલાવતા પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટી દ્વારા નેક માટે બનાવેલી કમિટી દ્વારા વિવિધ ફેકલ્ટીમાં જઇને મોક રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફેકલ્ટી સ્તર પર પ્રેઝન્ટેશન સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
ઓગષ્ટ મહિનામાં નેકની કમિટી આવે તેવી શકયતાઓ છે. જોકે હજુ યુનિવર્સિટી દ્વારા સત્તાવારી રીતે નેકતની કમિટીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. યુનિવર્સિટીમાં નેકના એક્રિડેશન લેવા માટે ગત વર્ષથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જોકે કોઇને કોઇ કારણોસર સમયસર નેકની ટીમને યુનિવર્સિટીમાં બોલાવી શકાય ના હતી.
તાત્કાલિન વીસી પરિમલ વ્યાસ દ્વારા વિવિધ કમિટીઓ બનાવી હતી. નેક માટેની તૈયારીઓ છેલ્લા 8 મહિના ઉપરાંતના સમયથી યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટના અધ્યાપકો દ્વારા કરવામાં આવી રહી છે. નેકની ટીમ યુનિવર્સિટીમાં 3 દિવસ સુધી રહી ને સમીક્ષા કરશે અને ડોકયુમેન્ટ તથા રૂબરૂ મુલાકાતના આધારે યુનિવર્સિટીને ગ્રેડ આપશે. નવા વીસીની નિયુકિત બાદ 4 મહિના સુધી પ્રક્રિયા અટકી ગઇ હતી. ત્યાર બાદ નેક કમિટીની મુલાકાત પૂર્વે આખરી તબક્કામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.