વડોદરા ક્રાઇમ ન્યૂઝ:સગીરાને ભગાડી જનાર યુવક ઝડપાયો, વાહનની ટક્કરે આધેડનું મોત, રેલવે સ્ટેશન પર વેપારીના મોબાઇલની ચોરી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા રેલવે સ્ટેશન (ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા રેલવે સ્ટેશન (ફાઇલ તસવીર)
  • વડોદરા રેલવે સ્ટેશન ઉપર ખિસ્સા કાતરુઓએ માઝા મૂકી દીધી છે

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી એક સગીરાને વર્ષ 2020માં આરોપી અરવિંદભાઇ કાળુભાઇ માથાસુરિયા (રહે. બસ સ્ટેશનની બાજુમાં ધંધુકા. હાલ રહે. રાત્રી બજાર પોલીસ ચોકી પાસે દાહોદ) ભગાડી ગયો હતો. સયાજીગંજ પોલીસે બાતમીના આધારે દાહોદની આરોપીને ઝડપી લીધો છે અને પીડિતાને મુક્ત કરાવી છે. પોલીસે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત
વડોદરાના સાંકરદા-ભાદરવા રોડ પર પરમ હોસ્પિટલ સામે રોડ પર રમેશભાઇ ગણપતભાઇ ગોહિલ (રહે. સાંકરદા ગામ) આજે સવારે પાંચ વાગ્યા આસપાસ ટુ-વ્હિલર લઇ પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહને તેમને ટક્કર મારતા ઘટનાસ્થળ પર જ તેમનું મોત થયું હતું. આ મામલે નંદેસરી પોલીસ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તારા લગ્નમાં ભરતભાઇને કેમ બોલાવ્યો તેમ કહી માર માર્યો

વડોદરાના નજીક બાજવા ખાતે રહેતા અને નિત્યરાજ સિક્યોરિટી એજન્સી ચલાવતા મહિપાલસિંહ નરસિંહભાઇ પરવાર ગઇકાલે સાંજે ટુ-વ્હિલર લઇ કરોડિયાથી મસાણી માતાના દર્શન ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન મંદિરની મંદિરની પાસે પાનની દુકાન ધરાવતા હર્ષદભાઇ ઇશ્વરભાઇ પરમાર અને અન્ય સાથીદારો પ્રતિક પ્રવિણભાઇ પરમાર, અરવિંદ મુળજીભાઇ પરમાર, સુનિલ હર્ષદભાઇ પરમારે તે તારા લગ્નમમાં ભરતસિંહ (રહે. રાયચુરા)ને કેમ બોલાવ્યો તેમ કહીને માર માર્યો હતો. જેથી તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગઠિયો ફોન લઇને રફૂચક્કર
વડોદરાના તાંદલજા રોડ ઉપર આવેલા 48, બશેરા ડુપ્લેક્ષમાં ફારૂકભાઇ ગુલામરસુલ વોરા પરિવાર સાથે રહે છે અને વેપાર કરે છે. ગત રાત્રિ દરમિયાન તેઓ પોતાના સાળાની દીકરી જીયાને મુંબઈ જવાનું હોવાથી વડોદરા રેલવે સ્ટેશન ઉપર મૂકવા માટે ગયા હતા. સ્ટેશન પહોંચ્યા બાદ તેઓ પ્લેટફોર્મ ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. તે દરમિયાન કોઇ ગઠિયાએ તેઓના ખિસ્સામાંથી રૂપિયા 1.35 લાખની કિંમતનો મોબાઈલ કાઢી રફૂચક્કર થઈ ગયો હતો. પ્લેટફોર્મ ટિકિટ લીધા બાદ એકાએક ખિસ્સામાં હાથ જતા મોબાઈલનો જોવા મળતા તેઓ ચોંકી ગયા હતા અને આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ, મળી આવ્યો ન હતો.

રેલવે પોલીસમાં ફરિયાદ
દરમિયાન તેઓ આ બનાવ અંગે વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા રેલવે સ્ટેશન ઉપર ખિસ્સા કાતરુઓએ માઝા મૂકી દીધી છે. રેલવે સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા હોવા છતાં તસ્કરોને કોઈ ફરક પડતો નથી. પ્રતિદિન રેલવે મુસાફરોના સામાન ખિસ્સાઓમાંથી મોબાઇલ ચોરીના બનાવો બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...