અનાજ કૌભાંડ:ભરૂચના સરકારી ગોડાઉનમાં MLAની રેડ, ઘઉંની બોરીમાંથી 350 ગ્રામ અનાજ ઓછુ મળ્યું, પુરવઠા અધિકારીએ તપાસના આદેશ આપ્યા

ભરૂચ3 વર્ષ પહેલા
  • 50 બોરીઓમાં ચેક કરી તેમાંથી અનાજ ઓછુ મળ્યું, ગોડાઉનમાં 10 હજાર ઘઉંની બોરીઓ હોવાથી મોટાપાયે કૌભાંડની શક્યતા
  • ધારાસભ્ય અને પુરવઠા અધિકારીની રેડ દરમિયાન ઘણી ઘઉંની બોરીઓમાં વધારે ઘટ જોવા મળી હતી
  • ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે કલેક્ટર અને ડીવાયએસપીને પણ જાણ કરી, કડક કાર્યવાહીની માંગ કરી

ભરૂચના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલે પુરવઠા અધિકારીને સાથે રાખી રેડ પાડતા ભરૂચમાં પુરવઠા નિગમના ગોડાઉનમાંથી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. ઘઉંની 50.580 કિલોની બોરીમાં 350 ગ્રામ જેટલુ અનાક ઓછુ જણાયું હતું. જેથી ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસના આદેશ કર્યાં છે. ડેપો મેનેજર કાગળ ઉપરનો સ્ટોક ગોડાઉનમાં દેખાડી ન શક્યા નહોતા.
અવારનવાર ફરિયાદો મળતા તપાસ કરતા અનાજ ચોરી બહાર આવીઃ દુષ્યંત પટેલ
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, ભરૂચમાં અવારનવાર ફરિયાદો મળતી હતી કે, લોકોને અનાજ ઓછુ મળે છે, જેમાં ડિટેઇલમાં તપાસ કરાવતા ખબર પડી હતી કે, ગોડાઉનમાંથી અનાજ ઓછુ આવે છે. જેથી અમે લોકોએ ગોડાઉનમાં આવીને આજે અનાજ તોલવાની કામગીરી ચાલતી હતી. જેની કામગીરી જોઇ હતી. જ્યારે ગોડાઉનમાંથી અનાજ દુકાનદારને ત્યાં પહોંચે ત્યારે 50 કિલો, 580 ગ્રામ અનાજ હોવુ જોઇએ. તેની જગ્યાએ 50 બોરીઓમાં 50 કિલો અને 150 ગ્રામ અનાજ મળ્યું હતું. એટલે કહી શકાય કે એવરેજ એક બેગમાંથી 350 ગ્રામ જેટલુ અનાજ ઓછુ હોય છે. ગોડાઉનમાં 10 હજાર ગુણ છે. તેને તોલીએ તો માહિતી બહાર આવશે. અનાજમાં ચોરી થઇ રહી છે અને અનાજ ઓછુ આપી રહ્યા છે. મે સરકારને પણ વિનંતી કરી છે અને આ અંગે કલેક્ટર અને ડીવાયએસપીને પણ જાણ કરી છે. આની કડકમાં કડક કાર્યવાહી થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...