ભારતીય જનતા પાર્ટીએ ગત ગુરુવારે રાજ્યમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યા બાદ હજી ચાર બેઠક પર ઉમેદવારોની સ્પષ્ટતા કરી શકી નથી. જેના કારણે વડોદરાની માજલપુર બેઠકનું ચિત્ર હજી પણ અસ્પષ્ટ છે. ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલે ઉમેદવારી પત્ર મંગાવ્યું હોવાની વિગતો જાણવા મળી છે.ગત ગુરુવારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. જેમાં વડોદરા શહેરની બે બેઠકો પૈકીની સયાજીગંજની બેઠક પર સોમવારે જ કેયુર રોકડિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે હજી પણ માંજલપુર બેઠક પર કોણ ઉમેદવાર છે તે અંગેની અટકળો ચાલી રહી છે.
રવિવારે ગાંધીનગર ખાતે આવેલા ગૃહ મંત્રી અમિત શાહે પ્રદેશ મોવડીઓ સાથે બેઠક કર્યા બાદ પણ બાકી રહેલા 16 ઉમેદવારો પૈકી 12ના નામ જાહેર કર્યા હતા. જો કે હજુ પણ 4 ઉમેદવારોના નામ બાકી છે. માંજલપુર બેઠક પર પાટીદારને ટિકિટ મળે તેવી માંગ ચાલી રહી છે. શહેરમાં અન્ય ચાર બેઠક પર વૈષ્ણવ, મહારાષ્ટ્રીયન અને બ્રાહ્મણને ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે માજલપુરમાં પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.
જોકે માંજલપુર બેઠક ભાજપ માટે સેફ ગણાય છે અને તેના પર આયાતી ઉમેદવાર મુકાઈ તેવી પણ અનેક અટકળો છે. હાલના ધારાસભ્ય યોગેશ પટેલ 75 વર્ષની વયમર્યાદા વટાવી ચૂક્યા છે છતાં પણ તેમને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 17મી તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી તેઓએ મંગળવારે ઉમેદવારી પત્ર મંગાવ્યું છે. છેલ્લી ઘડીએ દોડાદોડ ન થાય તે માટે ધારાસભ્ય યોગેશ પટેલ ફોર્મ તૈયાર રાખશે તેવું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.