તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવો વિવાદ:ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરાની સભામાં કહ્યું- ‘કલેક્ટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું’

વડોદરા10 દિવસ પહેલા
જીલ્લા પંચાયતની સયાજીપુરા બેઠકમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ.
 • મીડિયાકર્મીને આપેલી ધમકી બાદ ચર્ચામાં આવેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વધુ એક વિવાદિત નિવેદન

વડોદરાના વાઘોડીયા વિધાનસભાના ધારાસભ્ય વારંવાર વિવાદોમાં રહેતા આવ્યા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયાને ધમકી આપવાની હોય કે તંત્રને ધમકાવવાનું હોય પોતે જ સર્વોપરી છે તેમ માની અને પોતાની દબંગાઈનો પરચો બતાવતા જ હોય છે. તાજેતરમાં એક મીડિયાકર્મીને આપેલી ધમકી બાદ ચર્ચામાં આવેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

વડોદરા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કાર્યક્રમોની શરૂઆત થઈ છે ત્યારે આજે જીલ્લા પંચાયતની સયાજીપુરા બેઠકમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો.જે કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ અપેક્ષિત હતા. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધિત કરવા મધુ શ્રીવાસ્તવ ને માઇક આપવામાં આવ્યું અને જે બાદ બેફામ વાણી વિલાસ શરૂ કર્યો,કાર્યકરો વચ્ચે મધુ શ્રીવાસ્તવ તેમ બોલી ગયા કે "કલેકટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું."

શિસ્તની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીમાં વારંવાર શિસ્તનું ચીરહરણ કરતા ધારાસભ્ય ફરી એક વાર છકી ગયા હતા. જે ગુડ ગવર્નન્સ ની વાતો કરી પક્ષ મત મેળવવા ના પ્રયત્નો કરે છે તે ગવર્નન્સ એટલેકે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક ધારાસભ્ય ના ખિસ્સામાં હોય તો પ્રજા પાસે શુ વિકલ્પ રહે,?

મહત્વની વાત તો એ છે કે તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી વખતે ચૂંટણી અધિકારીની કચેરીમાં મધુ સમર્થકોએ કાચની તોડફોડ કરી હતી. જે ઘટનામાં પોલીસે કે પછી જીલ્લા વહીવટી તંત્રએ પોલીસ ફરિયાદ નોંધવાની પણ હિંમત કરી નથી. જયારે પત્રકાર ને ઠોકાવી દેવાની ધમકી આપનાર ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ સાથે પત્રકારો એ પોલીસ કમિશનર નળ રજુઆત કરી હતી જે ફરિયાદ ની કાર્યવાહી ઠેર ની ઠેર છે. એ જ બતાવે છે કે દબંગાઈ માટે જાણીતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું આજનું નિવેદન તંત્રની લાચારી અને નિર્બળતાની સાક્ષી પૂરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો