ભાજપનો કોઇ પ્રતિસાદ ના મળ્યો:વાઘોડિયાના ધારાસભ્યે સમર્થન આપ્યું પણ ભાજપનો કોઇ પ્રતિસાદ ના મળ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ સુધી મને ઓફિશિયલી કોઇ જવાબ મળ્યો નથી : ધર્મેન્દ્રસિંહ વાઘેલા

વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ લડીને જીતનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. જ્યારે વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યુ એ સમયે તેમણે રાજ્યપાલ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર આપીને ટેકો જાહેર કર્યો હતો. આજે પણ તેમના દ્વારા કરાયેલા ટેકાના મુદ્દે ભાજપમાંથી કોઈપણ પ્રકારનો જવાબ મળ્યો નથી. એટલે ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં પોતાની રીતે જ કામગીરી કરી રહ્યા છે.

ભાજપમાંથી વિધાનસભાના પદની ટિકીટ નહી મળતા વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ અપક્ષ ઝંપલાવ્યું હતુ અને તેઓની જીત થઈ હતી. જીત થયા બાદ વિધાનસભાની પહેલા સત્ર દરમિયાન જ ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદથી આજના દિવસ સુધી ભાજપ દ્વારા કોઈપણ પ્રકારનો પ્રતિભાવ મળ્યો નથી. આ બાબતે ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, હજુ જવાબ ઓફીશીયલી આવ્યો નથી. સરકારી કાર્યક્રમમાં તેઓ હાજર રહે છે.

અન્ય સમાચારો પણ છે...