મિશન રામસેતુ દ્વારા ગોત્રી વિસ્તારમાં યોગીનગરમાં આવેલ ભયભંજન દેવ હનુમાનજી મંદિરથી હનુમાનજી કી સવારી કાઢવામાં આવી જે ગોકુલનગર, અંબિકાનગર, ગાયત્રીનગર, મહીનગર, ગાયત્રી સ્કૂલ દર્શનમ્ રોડ થી કોલેબેરા કોલ સેન્ટર થઈને વીર હનુમાન મંદિરે પૂર્ણ થઈ. હનુમાનજી કી સવારીની શરૂઆત રાજ્યના મંત્રી મનીષાબેન વકીલ, મેયર કેયુર રોકડિયા, ધારાસભ્ય સીમાબેન મોહિલે, કોર્પોરેટર નીતિનભાઈ દોંગાએ કરાવી હતી. પહેલી વખત કાઢવામાં આવેલી સવારીમાં હજારોની સંખ્યામાં ભાવિકભક્તો જોડાયા હતા. સવારીમાં કલાકારોને ભગવાન રામ, લક્ષમણ, સીતા અને હનુમાનજીના વેશ ધારણ કરી બગ્ગીમાં બેસાડવામાં આવ્યા હતા.
સવારીમાં ભગવાન રામ અને હનુમાનની મૂર્તિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. લોકોએ ભગવાન પર ગુલાબના ફૂલો ઉડાડી તેમનું સ્વાગત કર્યું અને દર્શન કરી ધન્યતા અનુભવી. સવારીમાં વિવિધ મંડળોએ છાશ, પાણી, શરબત, કોલ્ડ્રિંગ્સ સહિતના ઠંડાપીણાથી ભક્તોનું સ્વાગત કર્યું હતું ભયભંજન દેવ હનુમાન મંદિરના પૂજારી ઘનશ્યામ સ્વામી ખાસ સવારીમાં ઉપસ્થિત રહ્યા..સવારીની આગળ બુલડોઝર રાખવામાં આવ્યું, જેના પર ચઢી યુવાનોએ ભગવા ઝંડા લહેરાવ્યા હતા. સાથે જ સવારીમાં ભારે આતશબાજી પણ કરવામાં આવી.
સવારીના રૂટ પર થયેલ કચરાને સફાઈ કર્મીઓએ સતત સાફ કર્યો અને સ્વચ્છતાનો સંદેશો પણ આપ્યો હતો. સવારીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને ડી.જેના તાલે ઝૂમી ઉઠ્યા. સવારી દરમિયાન પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો. હતો. મિશન રામસેતુ દ્વારા આયોજિત પ્રથમ હનુમાનજી કી સવારીને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. જેમાં લોકો સ્વયં ભૂ જોડાયા હતા. સવારીના રૂટ પર રોડની બંને તરફ ઊભા રહી લોકોએ દર્શન કર્યા, ઘરની છત, બારીમાંથી ઉભા રહીને પણ લોકોએ દર્શન કર્યા...શાંતિપૂર્ણ માહોલમાં હનુમાનજી કી સવારી પૂર્ણ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.