તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:સપ્લિમેન્ટરી આપવાનું કહીને ઘરેથી ગયેલી વિદ્યાર્થિની ગુમ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વારસિયાની કિશોરી ધો.10માં અભ્યાસ કરે છે
 • ઘેર પાછી ન ફરતાં પરિવારે પોલીસને જાણ કરી

વારસીયા વિસ્તારમાં સ્કૂલ માં ઓનલાઈન પરીક્ષા ની સપ્લીમેન્ટરી જમા કરાવવા જાઉં છું તેમ કહી ઘરેથી સવારે 11:30 વાગે નીકળેલી 10માં ધોરણની સગીરા ઘર છોડીને જતી રહેતા તેના માતા પિતાએ પોલીસને જાણ કરી હતી. વારસિયા વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેમને સંતાનમાં બે પુત્રી છે જેમાં મોટી પુત્રી 15 વર્ષની છે અને દસમા ધોરણમાં અભ્યાસ કરે છે.

હાલ સ્કૂલ માં ઓનલાઈન શિક્ષણ ચાલે છે દરમિયાન 26 તારીખે દસમા ધોરણમાં અભ્યાસ કરતી પુત્રીએ તેમને જણાવ્યું હતું કે તેની અત્યારે ઓનલાઇન પરીક્ષા ચાલે છે અને તે પરીક્ષા ની સપ્લીમેન્ટરી સ્કૂલમાં જમા કરાવવાની છે .ત્યારબાદ તેમની પુત્રીની સ્કુલમાં ભણતા પાડોશી છોકરા પણ તેમના ઘરે આવ્યા હતા અને બધા ભેગા થઇને સાથે સ્કૂલમાં સપ્લીમેન્ટરી જમા કરાવવા ગયા હતા. તે પછી તે ઘેર આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો