તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગીરા ગુમ:રક્ષાબંધન કરવા માસીના ઘરે ગયેલી સગીરા લાપતા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાડી વિસ્તારમાં રહેતી 16 વર્ષિય સગીરા રક્ષાબંધન કરવા દંતેશ્વર સ્થિત પોતાની માસીના ઘરે આવ્યા બાદ ગુમ થઈ જતાં મકરપુરા પોલીસે અપહરણની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

મકરપુરા પોલીસે જણાવ્યું હતું કે, ગોત્રી વિસ્તારમાં રહેતી સગીરા રક્ષાબંધનના દિવસે દંતેશ્વર વિસ્તારમાં રહેતાં માસીના ઘરે રક્ષાબંધન કરવા ગઈ હતી. જોકે માસીના ઘરે જવા નીકળેલી સગીરાનો કોઈ પત્તો ન મળતાં પરિવાર દોડતો થઈ ગયો હતો.

આ સિવાય શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા પોતાના ઘેરથી ધાણાદાળ લેવા જાઉં છું તેમ કહી ઘેરથી નિકળ્યા બાદ ગુમ થતાં તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરા ગુમ થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...