ફરિયાદ:16 વર્ષીય ગુમ સગીરા આખરે મુંબઈથી મળી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહોલ્લાનો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો
  • માતાએ​​​​​​​ વાડી પોલીસમાં અપહરણની ફરિયાદ કરી

વાડીની સગીરા ગુરુવારે ઘરેથી તેના માતાની જાણ બહાર નિકળી ગઈ હતી. તેની માતાએ અપહરણની ફરિયાદ વાડી પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ કરી હતી.મોબાઈલના લોકેશનના આધારે પોલીસ તેને મુંબઈથી પરત લઈ આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, તેના મહોલ્લામાં રહેતા યુવક સાથે તે ઘરેથી નીકળી ગઈ હતી.

વાડી વિસ્તારમાં રહેતા નર્મદાબહેન (નામ બદલ્યું છે)ની દિકરી રુપાલી (નામ બદલ્યું છે) 16 નવેમ્બરે બપોરના સમયે તેમની દુકાને તેમની સાથે હાજર હતી અને બાદમાં રુપાલી દુકાન બંધ કરીને ઘરે ગઈ હતી. નર્મદા બેન તેમના પુત્ર સાથે કામ માટે બહાર ગયા હતા. જ્યારે ઘરે આવ્યા ત્યારે રુપાલી ઘરે હતી નહીં.

16 વર્ષીય દિકરી ઘરે ન હોવાને કારણે મહોલ્લામાં અને સંબધીઓને ત્યાં તપાસ કરતાં મળી નહોતી. મોબાઈલ ઉપર સંપર્ક કરતા સ્વિચ ઓફ આવતો હતો. નર્મદાબેને વાડી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને રુપાલી મુંબઈ ખાતેથી સોમવારે મળી આવી હતી. તેના જ મહોલ્લામાં રહેતો એક યુવક તેને લગ્નની લાલચ આપીને લઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...