ડિફેન્સ એક્સ્પો:લેપ્રેસી ગ્રાઉન્ડમાં ડિફેન્સ એક્સ્પોમાં મિસાઈલ, સબમરીન, ટોરપીડો મૂકાયા : 2 દિવસ શહેરીજનો માટે ખુલ્લો મૂકાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલા દેશના પ્રથમ મેક ઇન ઇન્ડિયા એરક્રાફ્ટના શિલાન્યાસ પ્રસંગે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ડોમમાં 30મીએ સાંજે 5થી 7 જ્યારે 31મીએ સવારે 10થી સાંજે સાજે 5 વાગ્યા સુધી ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. ડિફેન્સ દ્વારા લાઈટ વેટ ચોપર શનિવારે મૂકવામાં આવ્યું હતું. જેને જોવા માટે સ્થાનિકો ઉમટ્યા હતા. જ્યારે ડોમમાં મિસાઈલ, સબમરીન, ટોરપીડો અને એર ડિફેન્સની વસ્તુઓ મુકાઇ છે.

વિશ્વ ફલક પર નામ દેખાશે : VCCI
સમગ્ર મધ્ય ગુજરાતની કંપનીઓને રોજગારી અને ઓર્ડર મળશે. વિશ્વ ફલક ઉપર વડોદરાનું નામ દેખાશે. આટલું મોટું રોકાણ આવતું હોય ત્યારે સુરતના કાપડથી લઈ વડોદરાની ઇલેક્ટ્રોનિક વસ્તુ અને એન્જિનિયરિંગ ક્ષેત્રની વસ્તુઓની માંગ વધશે. > જલેન્દુ પાઠક, વીસીસીઆઈ

યાદી આવ્યા બાદ ખબર પડે : FGI
કંપની વડોદરામાં આવી રહી છે તે ગૌરવની વાત છે. પરંતુ આ સમગ્ર વિષયમાં કઈ વસ્તુ બહારથી આવશે અને કઈ ભારતમાંથી લેવાશે તેની યાદી આવે ત્યારબાદ ખબર પડે.> અભિષેક ગંગવાલ, પ્રેસિડેન્ટ, એફજીઆઈ

ડિફેન્સની કંપનીઓને ઓર્ડર મળશે
વડોદરામાં ડિફેન્સને પૂરી પાડતી વસ્તુઓની 50 જેટલી કંપનીઓ છે. આ કંપનીઓને સ્મોલ સ્કેલ ક્ષેત્રે નવી રોજગારી અને ઓર્ડર મળશે. પરંતુ આ વાસ્તવિક મેન્યુફેક્ચરિંગ સમયે તેનો ફાયદો જણાશે. > નિશિત દાંડ, ડિફેન્સ ક્ષેત્રની કંપનીના માલિક

અન્ય સમાચારો પણ છે...