ક્રાઈમ:માર્કેટિંગ ઇજનેર યુવતીને લગ્નની લાલચ આપી કંપની માલિકનું દુષ્કર્મ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સયાજીગંજની અદિતિ હોટલમાં લઈ જઈ અવાર-નવાર કૃત્ય આચર્યું

સયાજીગંજની હોટલ અદિતિના છઠ્ઠા માળે આવેલા ડિલક્સ રૂમમાં અવાર-નવાર બોલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરનારા કંપનીના માલિક સર્વજિત જૈમીન દેસાઇ સામે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. યુવતી સગર્ભા થતાં સર્વજિતે લગ્ન કરવાનો ઈન્કાર કરી ગર્ભ પડાવી દેવા દબાણ કર્યું હતું. આ યુવતી નોકરી માટે સર્વજિત દેસાઈને મળી હતી. મૂળ ઉત્તરપ્રદેશની પણ વર્ષોથી આજવા ચોકડી વિસ્તારની બિલ્ડિંગમાં રહેતી 28 વર્ષીય યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સર્વજિત જૈમીન દેસાઈ (ગોત્રી કેનાલ રોડ, જસપર હોમ) સામે ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જણાવ્યું કે, 2014થી માતા-પિતા સાથે મનદુ:ખ થતાં અલગ રહે છે અને હાલ અકોટાની કંપનીમાં નોકરી કરે છે.

20 જુલાઇએ તેમના ઓળખીતા રોબિન નામના યુવકે તેને જોબ માટે સયાજીગંજની હોટલ અદિતિમાં સર્વજિત દેસાઈને મળવા બોલાવી હતી, જેથી તે સાંજે 6 વાગે હોટલમાં આવી હતી. સર્વજિતે તેની ઓફિસમાં નોકરી આપવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે તેની સાથે લગ્ન કરવા છે, તેમ જણાવી તેનો હાથ પકડી હોટલની રૂમમાં દુષ્કર્મ કર્યું હતું. જોકે સર્વજિતે લગ્નની લાલચ આપી હોવાથી યુવતીએ ફરિયાદ કરી ન હતી અને તેની જ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. સર્વજિતે સતત 3 દિવસ તેને હોટલ અદિતિમાં બોલાવી અવાર-નવાર દુષ્કર્મ કર્યુ હતું.

ત્યારબાદ યુવતી સગર્ભા થતાં તેણેે સર્વજિતને જાણ કરતાં તે ઉશ્કેરાયો હતો અને હું તારી સાથે લગ્ન કરવાનો નથી અને ગર્ભ પડાવી દે તેમ કહી ઝઘડો કર્યો હતો. તેને સવા મહિનાનો ગર્ભ રહ્યો હતો, જેથી તેણે તેની નાનીને પણ જાણ કરી હતી. સયાજીગંજ પોલીસે સર્વજિત સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું કે, સર્વજિતે તેને તેની માર્કેટિંગ એન્જિનિયર તરીકે નોકરી આપવાનું કહી 15 હજાર પગાર આપશે તેમ જણાવી કહ્યું હતું કે, મારાં લગ્ન થયાં છે, પરંતુ હું 4 વર્ષથી પત્ની સાથે રહેતો નથી અને મારે તેને છૂટાછેડા આપવાના છે.

અન્ય સમાચારો પણ છે...