તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મીરાંબાઈની જીવન કથા અને અભુ મકરાણીની વાર્તાનું અભિનય દ્વારા કથન કરવામાં આવ્યું

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે એક સપ્તાહ સુધી સંવિત્તિ શેરિંગ સ્ટોરીનું આયોજન

મહિલાઓને સર્જનાત્મક પ્રતિભા તેમજ સાહિત્યપ્રીતિને ઉજાગર કરવાનો મોકો મળે તે આશયથી સંવિત્તિ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અનોખી રીતે કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમા એક સપ્તાહ સુધી સંવિત્તિ શેરિંગ સ્ટોરી લાઇવનું આયોજન ઇનોર્બીટ મૉલ, ગોરવાના સહયોગથી 2 માર્ચથી શરૂ કરાયુુ છે. જેમા નેહા સંઘાણીએ ‘મીરાંબાઈ’ની જીવન કથા અને એમના વ્યક્તિત્વની ખાસિયતો એકપાત્રી અભિનયથી રજુ કરી.

આ સાથે ઉર્વશી નાયકે મહિલા સમ્માન અને સંરક્ષણની ચુનીલાલ મડિયા લિખિત ‘અભુ મકરાણી’ વાર્તાનું અભિનય દ્વારા કથન કર્યું હતું. સાહિત્યની ઉત્તમ રચનાઓ પ્રજા સુધી પ્રસરે, અને પરંપરાનું જતન થાય સાથે મહિલાઓની પ્રતિભાને વિકસવાનો માર્ગ મળે એ આશયથી સંવિત્તિ શેરિંગ સ્ટોરીનો પ્રકલ્પ આગળ વધી રહ્યો છે જેનુ 8 માર્ચે સમાપન સત્ર યોજવામાં આવશે.

સમર્પણ-શ્રદ્ધાના મુલ્યોનું માન થયું
નેહા સંઘાણીએ ‘મીરાંબાઇ’ની જીવન કથાનો અભિનય દર્શાવતા જણાવ્યું હતું કે, “મીરાબાઈ, એક તરફ તેમના ભગવાન પ્રત્યેની પ્રતિબદ્ધતામાં ખૂબ પ્રબળ હતી, પરંતુ બીજી બાજુ તે નરમ અને નમ્ર હતી. હું પણ એવી જ છું. મીરાના પદનું ગાયન સૌને પ્રભાવિત કરી ગયું. મીરાના પાત્ર વડે સમર્પણ અને શ્રદ્ધાના મુલ્યો વિશે સૌને માન થયું.

હું મારા પોતાની સાથે જોડાઇ રહી છું
ઉર્વશી નાયકે ‘અભુ મકરાણી’ વાર્તાનું અભિનય દ્વારા કથન કર્યું હતું. પુરુષની અઘટિત માંગણીને અસ્વીકારીને સ્વરક્ષણ માટે તમામ મુસીબતોનો સામનો કરતી વાર્તાના અન્ય પાત્રોને ઉર્વશીબેને રજુ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આટલા વર્ષોથી જીવી રહી છું અને જે કરી રહી છું એનાથી કઈંક અદભૂત, હું મારા પોતાની સાથે જોડાઈ રહી છું.”

અન્ય સમાચારો પણ છે...