તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવજેહાદ:મુસ્લિમ યુવાને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યાં બાદ બીજી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પત્ની સાથે મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બીજી હિન્દુ યુવતીને ફસાવી હોવાની જાણ પત્નીને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી

વડોદરા શહેરના લવજેહાદને વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા લઘુમતી કોમના યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યાં બાદ અન્ય હિન્દુ યુવતી સાથે પણ પ્રેમસંબંધો રાખીને પત્નીને મારઝુડ કરી ઘરમાંથી કાઢી મૂકવાનો બનાવ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પોલીસે ફરિયાદના આધારે પતિ તથા દિયર વિરૂદ્ધ દહેજ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવા બાબતે રોકટોક કરતા પતિએ પત્નીએ માર માર્યો
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ-2015ના રોજ સદ્દામ હુસેન મલેક(રહે, કુંભારવાડા, બાવામાનપુરા, પાણીગેટ) સાથે મુસ્લિમ જ્ઞાતિના રિવાજ પ્રમાણે થયા હતા. સંતાનમાં એક બાળકી પણ છે, ત્યારબાદ સદ્દામે વધુ એક યુવતીને પોતાના ઝાસામાં લીધી હતી અને છેલ્લા 3 વર્ષથી ગાજરાવાડી વિસ્તારમાં ગણપતિ મંદિર પાસે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જેની જાણ પત્નીને થતાં તેણે સાસુ, દિયર સહિતના પરિવારજનોને રજૂઆત કરી હતી. અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધો અંગે પત્નીની રોકટોકથી ઉશ્કેરાયેલા પતિ સદ્દામ અને દિયર શાહરૂખે ગડદાપાટુનો માર માર્યો હતો.

પત્નીએ પતિ અને દિયર સામે ફરિયાદ નોંધાવી
છેલ્લા એક વર્ષથી યુવતી પિયરમાં પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે રહેતી હતી, જે દીકરીને પણ તેનો પતિ આવીને પરત લઇ ગયો હતો. વાડી પોલીસે ફરિયાદના આધારે સદ્દામ અને શાહરૂખ વિરુદ્ધ દહેજ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

શહેરમાં વધી રહેલા લવજેહાદના કિસ્સાઓ
5 દિવસ પહેલા જ વડોદરાના ન્યૂ સમા રોડની હિન્દુ યુવતીને નવાયાર્ડના મુબિને ભગાડી જઇ ખોટી રીતે તેની સાથે લગ્ન કર્યા હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિજનોએ પોલીસ કમિશનર અને ફતેગંજ પોલીસમાં રજૂઆત કરી હતી. પરિવારે અરજીમાં જણાવ્યું છે કે, તેઓની પુત્રીને નવાયાર્ડના સંતોકનગરમાં રહેતા મુબિનખાન ઈમ્તિહાસ પઠાણ નામના શખ્સે ભગાડી જઈ તેની સાથે લગ્ન કરવાનું નાટક કર્યું છે. લવ જેહાદના કેસ બનતા હોવાથી મેરેજ રજિસ્ટ્રારે પોલીસને જાણ કરવા તેમજ સાક્ષીઓની તપાસ કરવી જોઈએ. આમ લગ્ન કરનાર મુસ્લિમ ઇસમ મુબિનખાન પઠાણ તથા તેના સાગરીતો લગ્નમાં સાક્ષી થયા હોવાથી તે લોકો અને પોતાની ફરજમાં બેદરકારી રાખનાર લગ્ન રજિસ્ટ્રાર સામે તપાસ કરી કાર્યવાહી કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...