હાઇપરલુપ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજીને ભારતમાં કેવી રીતે લાવી શકાય તે માટે રેલવે મંત્રાલયે IIT મદ્રાસને કેપેસિટી બિલ્ડીંગ કોન્સેપ્ટ તરીકે આ વિષય પર રીસર્ચ કરવા જણાવ્યું હતું. લાલબાગ NAIR ખાતે દેશનો પ્રથમ હાઈપરલુપ ટ્રાન્સપોર્ટેશન સેમિનાર શુક્રવારે યોજાયો હતો.
રેલવે બોર્ડ સિગ્નલીંગ વિભાગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુદીપ શ્રીવાસ્તવ, મદ્રાસ આઇઆઇટીના પ્રો.એસ.આર ચક્રવર્તી, બેંગ્લોર અને ઇન્ડિયન હાયપર લૂપ કમિટી પુના સહિત આ વિષય ઉપર રિસર્ચ સંશોધન કરી રહેલા લોકો મળી 110 તજજ્ઞોએ ભાગ લીધો હતો. સેમિનારમાં આ ટેકનોલોજીની શક્યતાઓ ભારતમાં હોવાનું બહાર આવ્યું હતું.
જો કે સૌથી મોટો પ્રશ્ન આ ટ્રાન્સપોર્ટેશન માટેની કન્સ્ટ્રક્શન કોસ્ટ વધુ હોવાથી તેને કેવી રીતે ઘટાડાય? તે છે. દેશના મેટ્રોપોલિટન શહેરો સાથે અમદાવાદ પણ ગીચ વસ્તી ધરાવે છે. હાઇપરલુપ દ્વારા માલ-સામાનની હેરફેરથી મુસાફરોનું પરિવહન કરવા રિસર્ચ ચાલી રહ્યું છે. અમેરિકા, યુકે, દુબઈ જેવા દેશ આના ઉપર કામ કરી રહ્યા છે. જોકે હાલ એક પણ જગ્યાએ આ પ્રોજેક્ટ ચરિતાર્થ થયો નથી.
-હાઇપર લુપની સ્પીડ
400થી 1000 કિમી પ્રતિ કલાક
- કન્સ્ટ્રક્શન ખર્ચ
~1000થી 1200 કરોડ પ્રતિ કિ.મી
- ક્ષમતા : 840 પેસેન્જર, 5 ટન વજન
હાઇપર લુપ ટેક્નોલોજી શું છે
વેક્યુમથી મેગ્નેટિક ખેંચાણ ઊભું કરી કેપ્સુલ જેવા પદાર્થમાં સામાન કે પેસેન્જરને બેસાડી જમીનની અંદર ટનલમાં, એલીવેટેડ ટ્રેક ઉપર કે જમીનની નીચે અંડરગ્રાઉન્ડ તેનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વાહન કરવાની આ ટેકનોલોજી છે, જે એર ટ્રાવેલ કરતા 10 ગણી સેફ છે. વિશ્વની 4 કંપની આના ઉપર કામ કરી રહી છે.
બુલેટની જેમ આ પણ વાસ્તવિકતા હશે
ભારતમાં બુલેટ ટ્રેનની જેમ હાઇપર લુપ ટ્રાન્સપોર્ટેશન ઉપયોગમાં હશે. કન્સ્ટ્રક્શન કોસ્ટ ઘટાડવી પ્રાથમિકતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.