આયોજન:આણંદની ગૌરવ યાત્રામાં મંત્રી સ્મૃતિ ઈરાની જોડાયાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ-મેયર સહિતના અગ્રણીએ મંત્રીનું સ્વાગત કર્યું

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં પૂર્વે તમામ પક્ષોએ પોતાનો પ્રચાર શરૂ કરી મતદારોને આકર્ષવા માટેના પેતરા શરૂ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં ગૌરવ યાત્રા થકી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે રોજબરોજ અનેક કેન્દ્રીય નેતાઓ આ યાત્રામાં ભાગ લઈ ભાજપનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. મંગળવારે આણંદ જિલ્લામાં યોજાયેલી ગૌરવ યાત્રામાં હાજરી આપવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં હતાં.

જ્યાં મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ અને શહેર પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્મૃતિ ઇરાની કાર મારફતે આણંદ ખાતે પહોંચ્યાં હતાં અને ત્યાં ગૌરવ યાત્રામાં જોડાયાં હતાં.બીજી તરફ મંગળવારે રાત્રે પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી જીતેન્દ્રસિંહ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જેઓને વડોદરાના હોદ્દેદારો દ્વારા આવકારવામાં આવ્યા હતા. જીતેન્દ્રસિંહ બુધવારે ખંભાત ખાતે યોજાનારી ગૌરવ યાત્રામાં ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...