તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓચિંતી મુલાકાત:આરોગ્ય કર્મીની ગેરહાજરી-ગંદકી મુદ્દે સુપરિન્ટેન્ડેન્ટને મંત્રીનો ઠપકો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યોગેશ પટેલે પાદરા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. - Divya Bhaskar
યોગેશ પટેલે પાદરા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી.
  • મંત્રી યોગેશ પટેલે પાદરા તાલુકાનાં આરોગ્ય કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લીધી

મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાની જવાબદારી સંભાળનારા રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ રવિવારના રોજ પાદરાનાં આરોગ્ય કેન્દ્રોની મુલાકાતે ગયા હતા. જ્યારે પીએચસી અને સીએસસી સેન્ટર બહાર ગંદકીના ઢગલા અને આરોગ્ય કર્મચારીની ગેરહાજરી જોઈને યોગેશ પટેલે સુપરિન્ટેન્ડેન્ટ તબીબને બધાની સામે જ ખખડાવી દીધા હતા. માહિતી છુપાવતા અધિકારીઓ સામે પગલાં ભરવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મંત્રી યોગેશ પટેલ રવિવારે જિલ્લા ભાજપના નેતાઓ સાથે પાદરા સીએચસી અને પીએચસી સેન્ટરમાં કોવિડના દર્દીઓની કેવી સારસંભાળ લેવામાં આવે છે તે માટે ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. પ્રથમ તો આરોગ્ય કેન્દ્ર અને કોવિડ સેન્ટરની આજુબાજુ ફેલાયેલા કચરાને કારણે યોગેશ પટેલે આરોગ્ય કેન્દ્રના સુપરિન્ટેન્ડેન્ટ તબીબને ઠપકો આપ્યો હતો. તેમણે આરોગ્ય કેન્દ્રમાં જ્યાં દવાઓ રખાતી હતી તે સ્ટોર રૂમનું તાળું તોડાવીને દવાના જથ્થાની તપાસ કરી હતી. તેમણે જાતે દવાની એક્સપાયરી ડેટ પણ જોઈ હતી.

ટીડીઓની કાર પર ઝાડ પડ્યું
મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન અંતર્ગત રવિવારે યોગેશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ અને ડીડીઓ સાથે જઈ રહ્યા હતા. ઈટોલા ખાતે રેલવે ક્રોસિંગ પછી મંત્રીની ગાડીની આગળ જઈ રહેલી ટીડીઓની કાર પર ઝાડ પડ્યું હતું. જોકે કોઈને ગંભીર ઈજા પહોંચી ન હતી.

અન્ય સમાચારો પણ છે...