• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Minister Rajendra Trivedi, Who Was Ticketed In Vadodara, Had To Say With A Disappointed Face, "Only The Name Has Changed, The Sign Is Of Kamal."

ઘા ઉપર મલમ લગાવવાનો પ્રયાસ:રાવપુરા બેઠકના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ મળવા પહોંચ્યા, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહેવું પડ્યું, "માત્ર નામ બદલાયું છે, નિશાન કમળનું જ છે'

વડોદરાએક મહિનો પહેલા
ટિકિટ કપાતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કૃત્રિમ હાસ્ય સાથે રાવપુરાના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લને ભેટીને શુભેચ્છા આપી.
  • જંગી બહુમતથી રાવપુરા વિધાનસભા બેઠક જીત થશે તેવા પ્રયાસ કરીશું
  • મંત્રી અને તેમના સમર્થકોની નારાજગી ટાળવાના પ્રયાસ

ભાજપ દ્વારા વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી સયાજીગંજ અને માંજલપુર બેઠક સિવાય ત્રણ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠક પર પૂર્વ પ્રધાન યોગેશ પટેલ ચાર ટર્મ ધારાસભ્ય રહ્યા હતા અને છેલ્લા બે ટર્મથી રાજ્ય સરકારમાં કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ચૂંટાતા આવ્યાા છે. પરંતુ, આ વખતે ભાજપ દ્વારા કાયદા મંત્રીની ટિકિટ કાપીને પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ દ્વારા મંત્રીને કાપવામાં આવતા મંત્રી અને તેમના સમર્થકોમાં સન્નાટો વ્યાપી ગયા હતો. જોકે, ટિકિટ કપાતા નારાજ થયેલા મંત્રીની મુલાકાતે ઉમેદવાર જાહેર થયેલા પૂર્વ સાંસદ દોડી ગયા હતા. બંનેની મુલાકાત શહેર ભાજપામાં ચર્ચાનો વિષય બની છે.

કાર્યકરોની બેઠક મળી રહી છે
આ અંગે રાજ્ય સરકારના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઉમેદવાર નવા છે, પણ પાર્ટીના 40 વર્ષ જુના કાર્યકર્તા છે. પાર્ટીમાં વ્યવસ્થાના ભાગરૂપે એક જવાબદારી હોય છે. તેના ભાગ રૂપે નવી જવાબદારી બાલકૃષ્ણ શુક્લને સોંપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા રાષ્ટ્રીય નીતિથી ચાલતી પાર્ટી છે. ગુજરાતમાં પ્રથમવાર કાર્યકર્તાઓની બેઠક આજે મારી ઓફિસે મળી રહી છે. તમામ કાર્યકર્તાઓ એક સાથે મળી સમગ્ર વડોદરાની અંદર સૌથી વધુ મતોથી જીત મળે તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

બાલકૃષ્ણ શુક્લને રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યા હતા.
બાલકૃષ્ણ શુક્લને રાજેન્દ્ર ત્રિવેદીને મળ્યા હતા.

વધુ મતો મળે તેવા પ્રયાસ શરૂ કર્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉમેદવાર પોતે MBA થયેલા છે. તેઓ સાંસદ અને મેયર પણ રહી ચૂક્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જગ્યા ખાલી કરી હતી. પાર્ટીએ મને જેટલી તક આપી તે બદલ તમામનો આભાર માનું છું અને સાથે મધ્ય ગુજરાતમાં પ્રથમ વાર સ્પીકર તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી હતી. સાથે આવનાર ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લને શુભેચ્છા આપી કહું કે "માત્ર નામ બદલાયું છે નિશાન એક છે' કમળને સૌથી વધુ મતોથી જીત મળે તેવા ભરચક પ્રયાસો શરૂ કર્યાં છે.

મંત્રી અને તેમના સમર્થકોની નારાજગી ટાળવાના પ્રયાસ.
મંત્રી અને તેમના સમર્થકોની નારાજગી ટાળવાના પ્રયાસ.

માર્ગદર્શન હેઠળ ટિકીટ મળી
આ અંગે પ્રતિક્રિયા આપતા રાવપુરા વિધાનસભાના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે, રાજેન્દ્ર ત્રિવેદી આજે પણ રાજ્ય સરકારમાં પ્રધાન છે. મને રાવપુરા વિધાનસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. મને રાજેન્દ્ર ત્રિવેદીનું માર્ગદર્શન મળશે. પાર્ટી હંમેશા જવાબદારી આપી નવા કાર્યકતાઓને તકો આપતી હોય છે. આ તક મને રાજેન્દ્ર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી છે. તેમ રાવપુરા બેઠકના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લએ જણાવી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાતા વાઘેલા ઘા ઉપર મલમ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સાથે મંત્રી અને તેમના સમર્થકોની નારાજગી ટાળવાના પ્રયાસ કર્યાં હતા.

ટિકિટ કપાતા નારાજ થયેલા મંત્રીની મુલાકાતે ઉમેદવાર જાહેર થયેલા પૂર્વ સાંસદ દોડી ગયા હતા.
ટિકિટ કપાતા નારાજ થયેલા મંત્રીની મુલાકાતે ઉમેદવાર જાહેર થયેલા પૂર્વ સાંસદ દોડી ગયા હતા.

કેમ બાલકૃષ્ણ શુક્લને ટિકિટ મળી?
બાલકૃષ્ણ શુક્લ સંઘના છે અને નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે. સુષ્મા સ્વરાજની ઓફિસના વિવાદ બાદ તેઓ સાઈડ ટ્રેક કરાયા હતા. શહેર, મહાનગર પાલિકા અને પ્રદેશ સંગઠનમાં સારી એવી છાપ છે. શહેરમાં ભાજપ કોઈ એક બેઠક પર મહારાષ્ટ્રીયન સમાજના પ્રતિનિધીને ટીકfટ આપે જ છે. ત્યારે બાળકૃષ્ણ શુક્લ પણ મહારાષ્ટ્રીયન સમાજનું પ્રતિનિધિત્વ કરતો ચહેરો છે. જેના કારણે તેમના પર પસંદગીનો કળશ ઢોળાયો છે. બીજી તરફ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના મહેસુલી કચેરીઓમાં દોરડા પાડવાની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરીથી તેઓ મુખ્યમંત્રી કરતા પણ મોટા થઈ જાય તેવી હતી. જેના કારણે તેમને કંટ્રોલમાં લાવવા માટે તેમની પાસેથી મહેસુલ ખાતુ આંચકી લેવાયું હતું. મહેસુલ ખાતુ લઈ લીધા બાદ જ ફરી વખત તેમને ટિકિટ નહીં મળે તેવી અટકળો ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...