• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Minister Rajendra Trivedi And Waghodia MLA Madhu Srivastava Were Cut Off From Raopura Seat, Former MP Balakrishna Shukla Got Raopura Ticket

વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને MLA મધુ શ્રીવાસ્તવ કપાયા, ભાજપે રાવપુરા બેઠક પર પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લ અને અકોટામાં ચૈતન્ય દેસાઈને ઉતાર્યાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડોદરાના પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લ અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર - Divya Bhaskar
ડોદરાના પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લ અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર

વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પૈકી ભાજપે 8 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે. જેમાં 4 બેઠકો પર ઉમેદવાર રિપીટ કર્યાં છે. જ્યારે 4 બેઠકો પર નવા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરામાં વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ ગઈ છે. તો સાવલી બેઠક પર કેતન ઇનામદારને રિપીટ કરવામાં આવ્યા છે. વડોદરાના પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લને રાવપુરાની ટિકિટ મળી છે. આ ઉપરાંત અકોટા બેઠક પર ભાજપે નવા ચહેરા તરીકે ચૈતન્ય દેસાઈને ટિકિટ આપી છે.

રાવપુરા બેઠકના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લ કોણ?
બાલકૃષ્ણ શુક્લ 2008થી 2010 દરમિયાન વડોદરાના મેયર રહી ચુક્યા છે. 2009થી 2014 દરમિયાન વડોદરાના સાંસદ હતા. આ ઉપરાંત 2009થી 2014 સુધી વિવિધ કમિટીઓના સભ્ય પણ રહી ચુક્યા છે. ભાજપે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કાપીને બાલકૃષ્ણ શુક્લને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે જાહેર કરેલા 8 ઉમેદવારો નામ

  • વડોદરા સિટી- મનિષા વકીલ
  • અકોટા- ચૈતન્ય દેસાઈ
  • રાવપુરા- બાલકૃષ્ણ શુક્લ
  • વાઘોડિયા- અશ્વિન પટેલ
  • પાદરા- ચૈતન્ય ઝાલા
  • કરજણ-અક્ષય પટેલ
  • સાવલી- કેતન ઇનામદાર
  • ડભોઇ- શૈલેષ મહેતા(સોટ્ટા)
ડભોઈ બેઠક પર ભાજપ વર્તમાન ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ને રિપીટ કર્યાં છે.
ડભોઈ બેઠક પર ભાજપ વર્તમાન ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ને રિપીટ કર્યાં છે.

ભાજપે ફરી અક્ષય પટેલને ટિકિટ આપી
2017ની વિધાનસભા ચૂંટણીમાં કરજણ સીટ પરથી કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અને ત્યાર બાદ ભાજપમાંથી જ પેટાચૂંટણી જીતી ધારાસભ્ય અક્ષય પટેલને ફરીથી ભાજપે ટિકિટ આપી છે. ડભોઈ બેઠક પર ભાજપ વર્તમાન ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ને રિપીટ કર્યાં છે.

ભાજપે વડોદરા સિટી બેઠક પર મનિષાબેન વકીલને રિપીટ કર્યાં છે.
ભાજપે વડોદરા સિટી બેઠક પર મનિષાબેન વકીલને રિપીટ કર્યાં છે.

આ સીટ પર જામી શકે કસોકસનો જંગ
દર ચૂંટણીએ અલગ અલગ પક્ષના ઉમેદવારને જિતાડતી (2017ના અપવાદ સિવાય) ડભોઈ બેઠકની રાજકીય સ્થિતિની વાત કરીએ તો ભાજપ વર્તમાન ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ને રિપીટ કર્યાં છે. ડભોઈ બેઠક પર જ રિપીટ કરવામાં આવતા તેમની સામે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા અને ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને મેદાનમાં ઉતારે તો એ બેઠક પર કસોકસનો જંગ થવાની શક્યતા છે.

વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ.
વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ.

તો બીજી તરફ કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ પણ ડભોઈ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ સીટ પર 1998થી 2017 સુધી પાટીદાર ઉમેદવાર વિજયી બનતા આવ્યા છે. પરંતુ 2017માં આ સીટ પરથી બ્રાહ્મણ એવા શૈલેષ મહેતા ચૂંટાયા હતા.

વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકો પર આજથી ઉમેદવારી પત્રો ભરી શકાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે.જેમાં વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની બીજા તબક્કામાં સામાન્ય ચૂંટણી માટે આજે 10 નવેમ્બરના રોજ જાહેરનામુ પ્રસિદ્ધિ થવા સાથે ઉમેદવારી પત્રો ભરી શકાશે. વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભા બેઠકની ચૂંટણી માટેનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે.

ધારાસભ્ય અક્ષય પટેલને ફરીથી ભાજપે ટિકિટ આપી છે.
ધારાસભ્ય અક્ષય પટેલને ફરીથી ભાજપે ટિકિટ આપી છે.

ચૂંટણી જાહેરનામાની તા. 10/11/2022 ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા- 17/11/2022 ઉમેદવારી પત્રો ચકાસણીની તા- 18/11/2022 ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તા- 21/11/2022 મતદાન તા. 05/12/2022 મતગણતરીની તા- 08/12/2022 ppppeppચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા- 10/12/2022

અકોટા બેઠક પર ભાજપે નવા ચહેરા તરીકે ચૈતન્ય દેસાઈને ટિકિટ આપી છે.
અકોટા બેઠક પર ભાજપે નવા ચહેરા તરીકે ચૈતન્ય દેસાઈને ટિકિટ આપી છે.
અન્ય સમાચારો પણ છે...