તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટ કેન્દ્રોનો પ્રારંભ:વડોદરામાં કોરોનાના ટેસ્ટ માટે 11 નિદાન કેન્દ્રનો નર્મદા વિકાસ રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો, વિનામૂલ્યે ટેસ્ટ કરાવવાની સુવિધા

વડોદરા6 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોરોનાના ટેસ્ટ માટે 11 નિદાન કેન્દ્રનનો નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો - Divya Bhaskar
કોરોનાના ટેસ્ટ માટે 11 નિદાન કેન્દ્રનનો નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો
 • નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના સૂચનોનો તબક્કાવાર અમલ કરવામાં આવી રહ્યો છે

વડોદરા શહેરમાં કોરોનાના ટેસ્ટ માટે 11 નિદાન કેન્દ્રનનો નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિનામૂલ્યે ટેસ્ટ કરાવવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.

નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં માર્ચના ત્રીજા સપ્તાહથી કોરોના સંક્રમણ વધતા મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા અને કોરોના ગ્રસ્ત દર્દીઓને સત્વરે ખાનગી અને સરકારી દવાખાનાઓમાં આરોગ્ય સેવા મળી રહે તે માટે વ્યાપક પગલાંઓ લીધા છે અને રાજ્ય સરકારે પૂરતું પીઠબળ આપ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડોદરા શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અંગે શહેરના તમામ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી વિગતવાર ચર્ચા કરી હતી. એટલુ જ નહીં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પણ વડોદરાની મુલાકાત લઈ કોરોના સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરીને શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા જરૂરી સૂચનો પણ કર્યાં હતા. જેનો શહેરમાં તબક્કાવાર અમલ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં આજથી વિવિધ 11 જેટલા સ્થળોએ રેપિડ એન્ટી જન ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટર ખાતે શહેરીજનો વિનામૂલ્યે કોરોના ટેસ્ટ કરાવી શકશે. એટલુ જ શહેરમાં આજથી લાલબાગ અતિથિ ગૃહ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં વધુ ત્રણ કોવિડ કેર સેન્ટર તબક્કાવાર શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતુ.

તેમને ઉમેર્યું હતું કે, વડોદરા શહેરમાં રાજ્ય સરકારની સૂચના મુજબ કોવિડ પથારીની સુવિધા પણ વધારવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

તેમને જણાવ્યું હતું કે, ઘર સારવાર મેળવતા દર્દીઓની સંજીવની અભિયાન હેઠળ કાળજી લેવાની સાથે ધન્વંતરી રથના માધ્યમથી લોકોને ઘર આંગણે અસરકારક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ કામગીરી માટે શહેરમાં 200 જેટલી સંજીવની ટીમો કાર્યરત કરવામાં આવી છે. વડોદરા શહેરના નાગરિકોને કોરોના મહામારીમાં અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સરકાર અને સ્થાનિક તંત્ર પ્રતિબદ્ધ છે.

તેમને આ મહામારીથી બચવા સૌએ ફરજિયાત માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને કોરોના ગાઈડલાઈનનું અવશ્ય પાલન કરવા શહેરીજનોને અનુરોધ કર્યો છે. ગભરાય વગર આપને સૌ સાથે મળી કામ કરીશું. તો ચોક્કસ ઝડપથી આ મહામારીમાંથી બહાર આવી શકીશું તેમ તેમને ઉમેર્યું હતું.

નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે આજે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શરૂ કરવામાં આવેલા ત્વરિત નિદાન કેન્દ્રોની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ મુલાકાત વેળાએ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્રભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજયભાઈ શાહ, ધારાસભ્યો, નગરસેવકો,મ્યુનિ.કમિશનર પી.સ્વરૂપ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો