• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Minister Of State For Industry Jagdish Panchal Arrives At Girda Industrial Research Institute, Vadodara, To Get Information On Research Activities

મુલાકાત:ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ વડોદરાની ઔધોગિક સંશોધન સંસ્થા ગિરડામાં પહોંચ્યા, સંશોધન પ્રવૃત્તિઓની માહિતી મેળવી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઔધોગિક સંશોધન સંસ્થા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી-ગીરડાની ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલે મુલાકાત લીધી - Divya Bhaskar
ઔધોગિક સંશોધન સંસ્થા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી-ગીરડાની ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલે મુલાકાત લીધી
  • આ સંસ્થા નળ સે જલ યોજનામાં ઉપયોગમાં લેવાતી પાઇપોની ગુણવત્તા પ્રમાણિત કરે છે

1937 માં સ્થાપિત અને 1985થી સંપૂર્ણ પણે સરકારના અનુદાન આધારિત ઔધોગિક સંશોધન સંસ્થા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી-ગીરડાની ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા ( પંચાલ) એ મુલાકાત લીધી હતી અને પ્રયોગશાળાઓનું નિરીક્ષણ કરીને ઉધોગોને ઉપયોગી સંશોધન પ્રવૃત્તિઓની વિગતવાર જાણકારી મેળવી હતી. સંસ્થાની સ્થાપના પછી કોઈ મંત્રીએ આ સંસ્થાની મુલાકાત લીધી હોય એવો આ પ્રથમ પ્રસંગ હતો. મંત્રીએ દેશ અને રાજ્યના ઔધોગિક વિકાસમાં આ સંસ્થા કેવી રીતે યોગદાન વધારી શકે, સમયની માંગ પ્રમાણે કંઈ નવીન ટેસ્ટિંગ સુવિધાઓ વિકસાવી શકાય એનું પ્રેઝેંટેશન બનાવવા સૂચના આપી હતી.

આ સંસ્થાની પ્રમાણભૂત ચકાસણી સુવિધાઓ નો ઉદ્યોગો વધુ લાભ લઈ શકે તે માટે મંત્રીએ ઇન્ડસ્ટ્રીયલ સેમિનાર યોજવા સૂચન કરવાની સાથે ગિરડા ગુણવત્તા સુધારણા માં અગ્રેસર યોગદાન આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ટેક્નિકલ ટેક્ષટાઇલ, ટાયર ઉદ્યોગ સહિતના નવીન ક્ષેત્રોમાં ખેડાણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. સંરક્ષણ ઉદ્યોગમાં પણ નવીન તકોને લગતી ટેસ્ટિંગ સુવિધાઓ વિકસાવવાની શક્યતા ચકાસવા અનુરોધ કર્યો હતો. ઔધોગિક વિકાસમાં યોગદાનની આ સંસ્થાની હાલની ભૂમિકાને વ્યાપક બનાવવા ની તેમણે અપેક્ષા વ્યક્ત કરવાની સાથે નિર્યાતલક્ષી ઉધોગોને મદદરૂપ બનવા જણાવ્યું હતું. આ ઉપરાંત ફેઇલર ટેસ્ટિંગની સુવિધાઓ સ્થાપીને ઔધોગિક અકસ્માતો ઘટાડવા અને સલામતી વધારવામાં મદદરૂપ બનવા જણાવ્યું હતું.

સંસ્થાના નિયામક અમિત ધારવાએ ઔધોગિક ઉત્પાદનોની ચકાસણી તેમજ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સહિતની સંસ્થાની સેવાઓની વિગતવાર જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નળ સે જલ યોજનામાં વપરાતી તમામ પાઇપો ની ગુણવત્તા અમે પ્રમાણિત કરીએ છે. મુલાકાત દરમિયાન પૂર્વ મેયર સુનીલ સોલંકી અને જશવંતસિંહ સોલંકી તેમની સાથે રહ્યાં હતા.

મંત્રીએ પોર સ્થિતિ વન વિભાગના મધ અને ઔષધ એકમ ઉત્પાદન એકમની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું વન અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા ( પંચાલ) એ આજે વડોદરા જિલ્લાના પોર ખાતે વન વિકાસ નિગમ સંચાલિત ધન્વંતરિ એકમ ખાતે મધ અને વાનસ્પતિક ઔષધ ઉત્પાદનની પ્રક્રિયાનું નિરીક્ષણ કરીને વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે આ ઉત્પાદનોનું વેચાણ વધે તે માટેની વ્યૂહ રચનાની ચર્ચા કરવાની સાથે ફાર્મસિસ્ટ અને લેબ.ટેકનીશ્યન ની જરૂરી ભરતી વિષયક સૂચનાઓ આપી હતી.

તેમણે આ પ્રકારના અન્ય ઉત્પાદક એકમોની મુલાકાત લઈને આ એકમ અને સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયાને મોડર્ન ટેકનોલોજી આધારિત બનાવવાનું આયોજન તૈયાર કરવા માર્ગદર્શન આપ્યું હતું. નિગમના એમ.ડી.ચતુર્વેદીએ માહિતી આપતાં જણાવ્યું કે બજાર માંગ પ્રમાણે ઉત્પાદન વધારી શકાય તેવી સુવિધા અહીં છે. સરકારી આયુર્વેદિક દવાખાનાઓ માટે અહીં ઉત્પાદિત દવાઓ અને કાચો માલ ખરીદવામાં આવે તેવું સૂચન તેમણે કર્યું હતું.

વન અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા ( પંચાલ) એ વડોદરા નજીક પોર - રમણ ગામડી સ્થિતિ વન વિકાસ નિગમ સંચાલિત મધ પ્રોસેસિંગ અને આયુર્વેદિક દવાઓના ઉત્પાદક એકમની મુલાકાત લીધી હતી.ધન્વંતરિ એકમની તેમની આ મુલાકાત પ્રસંગે નિગમના એમ.ડી. એસ.કે.ચતુર્વેદી અને જોઇન્ટ એમ.ડી. બી.કે.સિંહા એ વિવિધ ચૂર્ણો, ગોળીઓના ઉત્પાદનની પ્રક્રિયા અને મધ પ્રોસેસિંગ પ્રક્રિયાની વિગતવાર જાણકારી આપવાની સાથે ભાવિ આયોજનો ની માહિતી આપી હતી.

મંત્રીએ ઔષધીય વનસ્પતિઓથી ચૂર્ણો અને ટેબ્લેટ બનાવવા સાથે સંકળાયેલા ગ્રેન્યુલેટર, ડિસતિંગ્રેટર, પલવરાઈઝર સહિતના એકમોની ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગિતાની જાણકારી મેળવી હતી. શુદ્ધ મધ ઉપરાંત 45 જેટલા પ્રકારના ચૂર્ણો અને ગોળીઓનું આ એકમ ઉત્પાદન કરે છે. 1991માં સ્થાપિત આ એકમ જી.એમ.પી.પ્રમાણિત પ્રોસેસીંગ/ ઉત્પાદન એકમ છે.

અન્ય સમાચારો પણ છે...