આરોગ્ય સુવિધા:વડોદરાની સયાજી હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં બ્રેસ્ટ કેન્સર માટે ઉપયોગી મેમોગ્રાફી મશીનનું ગૃહ રાજ્યમંત્રી લોકાર્પણ કરશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલની ફાઇલ તસવીર - Divya Bhaskar
સયાજી હોસ્પિટલની ફાઇલ તસવીર
  • ગૃહ રાજ્યમંત્રી 60 લાખની સહાયથી મળેલા આ અદ્યતન મશીનનું લોકાર્પણ કરશે

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગની અસંખ્ય બહેનો વિવિધ પ્રકારની સારવાર અને આરોગ્ય રક્ષક સુવિધાઓ મેળવે છે. ત્યારે સયાજી હોસ્પિટલના રેડીયઓલોજી વિભાગમાં મેમોગ્રાફી મશીનની સુવિધા મહિલાઓ માટે ઉપલબ્ધ થઇ રહી છે. તા.12 જુલાઇના રોજ આ મશીન ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મહિલાઓ માટે આ મેમોગ્રાફી મશીન આશિર્વાદરૂપ પુરવાર થશે.

આ મશીન રેડીયોલોજી વિભાગમાં મુકાશે
આ મશીન રેડીયોલોજી વિભાગમાં મુકાશે

સ્તનની ગાંઠોના નિદાન માટે મેમોગ્રાફી આશિર્વાદરૂપ બનશે
આ હોસ્પિટલના રેડિઓલોજી વિભાગમાં સ્તનની ગાંઠોના સચોટ નિદાન અને પરીક્ષણ,સ્ક્રીનીંગ માટે ખૂબ ઉપયોગી મેમોગ્રાફી મશીનની ખોટ વર્તાતી હતી. સ્તન કેન્સરના વહેલા નિદાન અને સમયસર સારવાર માટે આ મશીન અનિવાર્ય હતું. ગુજરાતના ગૃહ અને ખેલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તા.૧૨ મી જુલાઈના રોજ સાંજના 5 કલાકે બરોડા મેડિકલ કોલેજના સભાખંડમાં આયોજિત કાર્યક્રમમાં આ મશીનનું લોકાર્પણ કરશે.

વડોદરા સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા મેમોગ્રાફી મશીન આપવામાં આવ્યું
ઉલ્લેખનિય છે કે, વડોદરા સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા આ ખોટ પૂરવા રૂપિયા 60 લાખની કિંમતનું આ અદ્યતન મશીન, સંસ્થાના નિયામક મંડળના સદસ્યો કમલ અગ્રવાલ અને નરેશ ગોયલની કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. સંસ્થાના ડો. ચેતનભાઈએ જણાવ્યું કે તેમની સંસ્થા છેલ્લા દોઢેક વર્ષથી મુખ્યત્વે આરોગ્ય સંભાળ,શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. કોરોના કાળમાં તેમની સંસ્થાએ સયાજી અને ગોત્રી હોસ્પિટલો તેમજ સેવા સંસ્થાઓને જીવન રક્ષક દવાઓ સહિતની જરૂરી સામગ્રી સેવા રૂપે ઉપલબ્ધ કરાવી હતી. સમરસ હોસ્ટેલ હોસ્પિટલ માટે ઑક્સિજન ટેન્ક પણ સંસ્થાએ પૂરી પાડી હતી.