આરોગ્ય:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટનું લોકાર્પણ કર્યું

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
માનવ રક્તમાંથી અશુદ્ધીઓનું નિવારણ કરવા માટેના ડાયાલિસિસ યુનિટનું લોકાર્પણ કરાયું - Divya Bhaskar
માનવ રક્તમાંથી અશુદ્ધીઓનું નિવારણ કરવા માટેના ડાયાલિસિસ યુનિટનું લોકાર્પણ કરાયું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે માનવ રક્તમાંથી અશુદ્ધીઓનું નિવારણ કરવા માટેના ડાયાલિસિસ યુનિટનું લોકાર્પણ કર્યું હતું.ખાસ કરીને કિડનીના દર્દીઓ માટે આ સુવિધા આશીર્વાદ સમાન ગણાય છે.

ગૃહ રાજ્યમંત્રીએ સંતો અને સંસ્થાની હાર્દિક વંદના કરી
તેમણે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થા માનવમનની વ્યસન, હિંસા,દુરાચાર જેવી અશુદ્ધિઓ નીવારીને સદાચારી સમાજના નિર્માણનું જે વિશ્વવ્યાપી કામ કરે છે તેના માટે સંતો અને સંસ્થાની હાર્દિક વંદના કરી હતી.

શાસ્ત્રીજી મહારાજની પ્રતિમાનું પૂજન કરવાની સાથે પ્રમુખ સ્વામી મહારાજ સહિત સંતોની ભાવવંદના કરી
શાસ્ત્રીજી મહારાજની પ્રતિમાનું પૂજન કરવાની સાથે પ્રમુખ સ્વામી મહારાજ સહિત સંતોની ભાવવંદના કરી

રક્ષક સીપીઆર તાલીમનો ગૃહ રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
તેની સાથે ભાજપ કાર્યાલય આયોજિત અંગદાન જાગૃતિ પોસ્ટર અભિયાન અને જીવન રક્ષક સી.પી.આર. તાલીમનો ગૃહ રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. પક્ષ દ્વારા રાજ્યમાં તમામ આઇસીયુ અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે અંગદાન પ્રોત્સાહક પોસ્ટર લગાવવાનું આયોજન છે જ્યારે સી.પી.આર.તાલીમ મેડિકલ ઇમરજન્સીમાં જીવનરક્ષક બનશે તેમ ડો.વિજય શાહે જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી અને સંતોએ માહિતી પુસ્તિકાનું વિમોચન કર્યું
બાપ્સના જ્ઞાન વત્સલ સ્વામી અને મેડિકલ વિંગના વડા નિખિલેશ સ્વામીએ મંત્રીને ડાયાલિસિસ યુનિટ સંલગ્ન આઈસોલેશન બેડ સહિતની અદ્યતન સુવિધાઓ અને તેની ઉપયોગિતાની વિગતવાર જાણકારી આપી હતી.ગૃહ રાજ્યમંત્રી અને સંતોએ માહિતી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.

ભાજપ કાર્યાલય આયોજિત અંગદાન જાગૃતિ પોસ્ટર અભિયાન અને જીવન રક્ષક સી.પી.આર. તાલીમનો ગૃહ રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
ભાજપ કાર્યાલય આયોજિત અંગદાન જાગૃતિ પોસ્ટર અભિયાન અને જીવન રક્ષક સી.પી.આર. તાલીમનો ગૃહ રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

પ્રમુખ સ્વામી મહારાજ સહિત સંતોની ભાવવંદના કરી
ગૃહ રાજ્યમંત્રીએ વરિષ્ઠ સંતોના આશીર્વાદ લીધા હતા અને સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં સેવાની ઉત્તમ પ્રવૃત્તિઓ સહિત આદર્શ સમાજના ઘડતરમાં સંસ્થાના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે શાસ્ત્રીજી મહારાજની પ્રતિમાનું પૂજન કરવાની સાથે પ્રમુખ સ્વામી મહારાજ સહિત સંતોની ભાવવંદના કરી હતી. આ પ્રસંગે વડોદરા મહાનગરના મેયર કેયુર રોકડિયા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, પક્ષના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર સહિત પદાધિકારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...