કોરોનાની ત્રીજી લહેરની તૈયારી:વડોદરાના પ્રભારી મંત્રી પ્રદિપ પરમારે સયાજી-ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી, બંધ પડેલા 4 ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા સૂચના આપી

વડોદરા13 દિવસ પહેલા
રાજ્ય સરકારના પ્રતિનિધી તરીકે સામાજિક અને ન્યાય વિભાગના મંત્રી પ્રદિપ પરમારે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી
  • વડોદરા જિલ્લા કલેક્ટર સહિત હોસ્પિટલના સત્તાધીશો, અધિકારીઓ સાથે બેઠક યોજી

વડોદરા શહેરમાં ઓમિક્રોન કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇ તંત્ર એકશનમાં આવ્યું છે. આજે રાજ્ય સરકારના પ્રતિનિધી તરીકે સામાજિક અને ન્યાય વિભાગના મંત્રી પ્રદિપ પરમારે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કોરોનાની ત્રીજી લહેર માટેની હોસ્પિટલમાં કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર સહિત હોસ્પિટલના સત્તાધીશો, અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાની સારવારને લગતી ચર્ચા કરી હતી. જેમાં ગોત્રી હોસ્પિટલના બંધ પડેલા ચાર ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે ચાલુ કરાવવા તંત્રને સૂચના આપી હતી.

ગોત્રી હોસ્પિટલમાં 4 ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરાવી દેવા સૂચના આપી
વડોદરામાં ચિંતાજનક રીતે વધી રહેલા કોરોનાના કેસોને પગલે પ્રભારી મંત્રી પ્રદિપ પરમાર વડોદરા દોડી આવ્યા હતા અને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડની આઇસોલેશન વોર્ડ સહિત વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓને ઓક્સિજન પ્લાન્ટ સહિત જરૂરી તબીબી સારવાર માટેની સાધન સામગ્રી અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. વડોદરાની મુલાકાત દરમિયાન ગોત્રી હોસ્પટલમાં બંધ ચાર ઓક્સિજન પ્લાન્ટ વહેલીતકે ચાલુ કરાવી દેવા અધિકારીઓને સૂચના આપી હતી.

કોરોનાની ત્રીજી લહેર માટેની હોસ્પિટલમાં કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી
કોરોનાની ત્રીજી લહેર માટેની હોસ્પિટલમાં કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી

બે દિવસમાં રિપોર્ટ સરકારને સોંપશે
મંત્રી પ્રદિપ પરમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સૂચના મળતા વડોદરા આવ્યો છે. બે દિવસમાં વડોદરામાં કોવિડની સ્થિતીનો રિપોર્ટ તૈયાર કરી સરકારમાં સુપ્રત કરવામાં આવશે. આ રિપોર્ટમાં ઓક્સિજન પ્લાન્ટ કેટલાં કાર્યરત છે તેનો પણ સમાવેશ કરવામાં આવશે. શહેરમાં ક્રમશઃ વધી રહેલા કોરોનાના કેસો અંગેની તપાસ કરવામાં આવશે. સાથે આ કેસોમાં કેવી રીતે ઘટાડો થઇ શકે છે તે અંગેનો રસ્તો શોધવામાં આવશે.

કલેક્ટર કચેરીના અધિકારીઓ સાથે બેઠક કરી
સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગોત્રીમાં ચાર ઓક્સિજન પ્લાન્ટ બંધ છે તે પણ વહેલી તકે ચાલુ થઇ જશે. આજે વડોદરાની કોરોનાની સ્થિતિ અને હોસ્પિટલોની તૈયારીઓના નિરીક્ષણ માટે આવી પહોંચેલા મંત્રી સાથે જિલ્લા કલેક્ટર, તબીબો, સાંસદ સહિત અધિકારીઓ અને ભાજપ અગ્રણીઓ સાથે રહ્યા હતા. હોસ્પિટલની મુલાકાત બાદ મંત્રી પ્રદિપ પરમારે સર્કિટ હાઉસ સાથે કોર્પોરેશન અને કલેક્ટર કચેરીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

બંધ પડેલા ચાર ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે ચાલુ કરાવવા તંત્રને સૂચના આપી
બંધ પડેલા ચાર ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે ચાલુ કરાવવા તંત્રને સૂચના આપી

દવાઓ અને ઇન્જેક્શનોનો જરૂરિયાત પૂરતો સ્ટોક હોવાથી સંતોષ વ્યક્ત કર્યો
પ્રભારી મંત્રી પ્રદિપ પરમારે ગોત્રી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેઓની રૂબરૂ મુલાકાત દરમિયાન ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જોકે પ્રભારીમંત્રી પ્રદીપ પરમાર સયાજી હોસ્પિટલમાં ટેસ્ટિંગ તથા સારવારની તૈયારીઓની વિગતો મેળવી હતી અને સમગ્ર હોસ્પિટલમાં દવાઓ અને ઇન્જેક્શનોનો જરૂરિયાત પૂરતો સ્ટોક હોવાથી તેમને સંતોષ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં સંભવિત વકરી રહેલા કોરોનાને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોવાનું ઉમેર્યું હતું.

સમરસ હોસ્ટેલમાં પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે
સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં દર્દીઓને કોઈપણ પ્રકારની ઓક્સિજન કે અન્ય તકલીફ ન પડે તે માટેની અલાયદી સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને જો દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો પણ સમરસ હોસ્ટેલમાં પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. વિશાલા પંડ્યાએ જણાવ્યું કે, દસ પૈકી ચાર ઓક્સિજન પ્લાન્ટ બંધ છે. જે આગામી ટૂંક દિવસમાં શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...