• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Mini Bus Heading From Madhya Pradesh To Amreli Caught In Flood At Midnight, Fire Brigade Tied The Bus With Rope And Rescued Everyone

બોડેલીમાં મધરાતે રેસ્ક્યૂ:મધ્યપ્રદેશથી અમરેલી જતી મિની બસ પૂરમાં ફસાઈ, ફાયરબ્રિગેડે બસને દોરડાથી બાંધી 25 લોકોને બચાવ્યા

વડોદરા3 મહિનો પહેલા
બોડેલીમાં પૂરમાં ફસાયેલા મુસાફરોનું રેસ્ક્યૂ- ઓપરેશન. - Divya Bhaskar
બોડેલીમાં પૂરમાં ફસાયેલા મુસાફરોનું રેસ્ક્યૂ- ઓપરેશન.

વડોદરા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા છોટાઉદેપુરના બોડેલી અને સંખેડામાં રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. બંને જગ્યાએ ફાયરબ્રિગેડની એક-એક ટીમ તહેનાત છે, જેમાં બોડેલીમાં એક ટીમે મુસાફરો ભરેલી મિની બસને રેસ્ક્યૂ કરી છે. જ્યારે સંખેડામાં તહેનાત ટીમે માલપુરમાં પૂરમાં ફસાયેલા ગામલોકો અને વાનને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. બંને ટીમ દ્વારા 50 જેટલા લોકોનું હાલ સુધીમાં રેસ્ક્યૂ કરાયું છે.

નદીઓ ગાંડીતૂર
છોટાઉદેપુરના બોડેલી અને સંખેડામાં ભારે વરસાદ અને આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી નદીઓ ગાંડીતૂર બની છે, ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા શહેરથી ફાયરબ્રિગેડની બે ટીમ બોડેલી અને સંખેડામાં તહેનાત કરવામાં આવી છે.

સંખેડાના માલપુરમાં પૂરમાં ફસાયેલી મહિલાઓ અને બાળકોને રેસ્ક્યૂ કરાયાં.
સંખેડાના માલપુરમાં પૂરમાં ફસાયેલી મહિલાઓ અને બાળકોને રેસ્ક્યૂ કરાયાં.

મધ્યપ્રદેશથી અમરેલી જતી મિની બસ પૂરમાં ફસાઈ
બોડેલીમાં તહેનાત વડોદરા ફાયરબ્રિગેડમાં સબ ઓફિસર યુવરાજદાન ગઢવીએ દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી અમારી એક ટીમ બોડેલીમાં ફરજ પર છે. ગત રાત્રે 12 વાગ્યે અમને કોલ મળ્યો હતો કે મુસાફરો ભરેલી એક મિની બસ નાની બુમડી ગામ પાસે પૂરના પાણીમાં ફસાઇ છે, જેથી ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં પૂરના પાણીમાં ફસાયેલા બસમાંથી ડ્રાઇવર સહિત 25 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મિની બસમાં આ મુસાફરો મધ્યપ્રદેશથી અમરેલી જઈ રહ્યા હતા. તમામને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં બને ત્યાં સુધી અમારી ટીમ બોડેલીમાં ખડેપગે રહેશે.

પૂરના પાણીમાં ફસાયેલી એક વાનને પણ રેસ્ક્યૂ કરાઈ.
પૂરના પાણીમાં ફસાયેલી એક વાનને પણ રેસ્ક્યૂ કરાઈ.

સંખેડામાં ટોર્ચના સહારે રેસ્ક્યૂ
વડોદરા ફાયરબ્રિગેડની બીજી એક ટીમ સંખેડામાં તહેનાત છે, જ્યાં સંખેડાના માલપુર ગામમાં પૂરના પાણીમાં ફસાયેલા 25 લોકોને મોડી રાત્રે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તેમને પૂરના પાણીમાંથી બોટ દ્વારા ટોર્ચ લાઇટના સહારે બહાર કઢાયા હતા, સાથે જ સવારે પૂરના પાણીમાં ફસાયેલી એક વાનને પણ રેસ્ક્યૂ કરાઈ છે.

બોડેલીમાં મુસાફરો ભરેલી મિની બસને રેસ્ક્યૂ કરાઈ.
બોડેલીમાં મુસાફરો ભરેલી મિની બસને રેસ્ક્યૂ કરાઈ.
પૂરના પાણીમાં ફસાયેલી બસમાંથી ડ્રાઇવર સહિત 25 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
પૂરના પાણીમાં ફસાયેલી બસમાંથી ડ્રાઇવર સહિત 25 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...