વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ ધરાવતી સૈનિક નામની સિક્યોરિટી એજન્સીને છાણી તળાવ ખાતે બગીચાની સિક્યુરિટીમાં બેદરકારી બદલ કોર્પોરેશન દ્વારા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
છાણી તળાવના ગાર્ડનમાં રખડતા ઢોર નજરે પડ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર સુધીર પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સૈનિક સિક્યુરિટી એજન્સીને શહેરમાં પાલિકાની અલગ-અલગ જગ્યાએ સિક્યુરિટી માટેની આઉટ સોર્સિંગની કામગીરી સોંપી છે. આ કામગીરીના ભાગરૂપે છાણી તળાવની સિક્યુરિટીની કામગીરી પણ સોંપવામાં આવી હતી. છાણી તળાવના ગાર્ડનમાં રખડતા ઢોર નજરે પડ્યા હતા. જેને ધ્યાને લઇને સૈનિક સિક્યુરિટી એજન્સીને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યોછે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.