રન ફોર યુનિટી:મિલિંદ સોમણ સાથે વડોદરા મેરેથોનના રનર્સ જોડાશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિલિંદ સોમણેે 15મીથી મુંબઈથી રન ફોર યુનિટી દોડ શરૂ કરી છે. - Divya Bhaskar
મિલિંદ સોમણેે 15મીથી મુંબઈથી રન ફોર યુનિટી દોડ શરૂ કરી છે.

વડોદરા મેરેથોનના રનર્સની ટીમ 22 ઓગસ્ટને રવિવારે સવારે 6.45 વાગે નર્મદા ભવન ખાતેથી રન ફોર યુનિટીમાં ભાગ લેવા ઉપડશે. આ ટીમ રાજપીપળા પહોંચી મિલિંદ સોમણ સાથે રન ફોર યુનિટીમાં જોડાઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ દોડ લગાવશે.એક્ટર, મોડલ, ફિલ્મ પ્રોડ્યુસર અને ફિટનેસ કોચ મિલિંદ સોમણે 15 ઓગસ્ટથી મુંબઈના શિવાજી પાર્કથી રન ફોર યુનિટી દોડ શરૂ કરી છે.

આઠ દિવસમાં 450 કિલોમીટરનું અંતર કાપી એક ભારત શ્રેષ્ઠ ભારત, ફિટ ઇન્ડિયા અને રન ફોર યુનિટીના ધ્યેય સાથે 22 ઓગસ્ટે કેવડિયા SOU પહોંચશે. 22 ઓગષ્ટ ના રોજ મિલિંદ સોમણ પોતાની ટીમ સાથે રાજપીપળા ખાતે પહોંચશે. જયાંથી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના દોડવીરોની ટીમ મિલિંદ સોમણ સાથે રન ફોર યુનિટીમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...