કોરોનાવાઈરસ:હળવાં લક્ષણમાં હવે ઘરમાં જ સારવાર, હોટેલમાં માંડ 30% દર્દી રહેતા બેડ ખાલી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓગસ્ટના પ્રારંભે 8 કોરોના હોટેલની યાદી જાહેર કરાઇ હતી
  • 852 દર્દી હોમ આઇસોલેશનમાં,

શહેરમાં ઓગસ્ટના પ્રારંભે કેસો વધતા વિવિધ 8 હોટેલને કોરોના હોટેલ જાહેર કરવામાં આવી હતી અને આ હોટેલોમાં 326 બેડ ફાળવવામાં આવ્યાં હતા, જેમાં કોરોનાના હળવા લક્ષણો વાળા અને જેમને ઓક્સિજનની જરૂર પડી શકે તેવી શક્યતા હોય તેવા દર્દીઓને રાખવામાં આવતાં હતા. આ હોટેલોમાં શરૂઆત માં દર્દીઓ દાખલ થતાં હતા પણ છેલ્લા 10 દિવસથી હોટેલ બેડ માંડ 30% જ ભરાયેલી છે. લોકો હવે હોમ આઇસોલેશનમાં રહેવાનું પસંદ કરી રહ્યાં છે.

27મી ઓગસ્ટ, ગુરુવારે કુલ દર્દીઓમાંથી 852 હોમ આઇસોલેશનમાં હતા, જ્યારે સરકારી અને ખાનગી ફૅસેલિટીમાં 735 દર્દીઓની સારવાર ચાલી રહી હતી, જેમાં સરકારી હોસ્પિટલોમાં 371 દર્દીઓ હતા. આ અંગે સંક્રમણ તજજ્ઞ ડો. વિહંગ મજમુદારે જણાવ્યું કે, ‘ છેલ્લા 10 દિવસથી કોરોનાની ઘાતકતા પણ ઘટી છે. મૃત્યુનું પ્રમાણ ઓછું થયું છે. માઇલ્ડ લક્ષણવાળા દર્દીઓ વધ્યા છે.’ હાલમાં રિધમ હોસ્પિટલની બરોડા રેસિડેન્સીમાં 38 પૈકીની માંડ 20 બેડ ભરાયેલી છે, યુનિટિ હોસ્પિટલ સાથેની ફર્ન હોટેલ 34માંથી 3 બેડ પર જ દર્દીઓ છે, જ્યારે સમાની ગોપિનાથજી હોસ્પિટલની સંલગ્ન ઓમ રેસિડેન્સીમાં 5 જ દર્દીઓ છે.

ખાનગી હોસ્પિટલના વહીવટી અધિકારીઓ કહે છે કે, ‘ ગણીત સીધુ છે. ઓક્સિજન સાથેના બેડના રૂ.12,000 રોજના ખર્ચ કરી શકે છે તેઓ સ્વાભાવિકપણે હોટેલની સરખામણીમાં હોસ્પિટલ જ પસંદ કરશે.’

કોરોનાથી વધુ 12નાં મોત, 117 નવા કેસ, 110ને રજા અપાઇ
ગુરુવારે કોરોનાના વધુ 117 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હવે કોરોના પોઝિટિવની કુલ સંખ્યા સાડા સાત હજારને આંબી ગઇ હતી. ગુરુવારે 110ને રજા આપતાં હવે સાજા થયેલા દર્દીઓનો આંક પણ 5,853 થયો છે. રાવપુરા કોઠી વિસ્તારમાં ક્લિનિક ધરાવતા સિનિયર સાઇકિયાટ્રિસ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. તેમને પાણીગેટ વિસ્તારની ફેઝ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. બીજી તરફ શહેરમાં એક સિક્યુરિટી જવાન સહિત 12ના મોત નિપજ્યાં હતા. જેમાંથી વડોદરાના 4 અને વડોદરા બહારના 8 દર્દીઓનો સમાવેશ થાય છે. યુિન. સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...