મૂંઝવણ:કોમર્સમાં મીડ સેમનો મોક ટેસ્ટ જાહેર ન કરાતા મૂંઝવણ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.18મીથી મીડ સેમ પરીક્ષા શરૂ
  • અેફવાયના વિદ્યાર્થીઅો માટે મોક ટેસ્ટ જરૂરી

18 જાન્યુઆરી થી શરૂ થતી એફ વાય બી કોમ મીડ સેમની પરીક્ષા માટે મોક ટેસ્ટની જાહેરાત ન કરાતા વિદ્યાર્થીઓ અટવાયા છે. એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે 18 મી જાન્યુઆરી થી મીડ સેમિસ્ટર પરીક્ષાનું ઓનલાઇન મોડથી આયોજન કરાયું છે.

પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપવા જઇ રહ્યા છે ત્યારે પરીક્ષા કેવી રીતે આપવાની એ સમજી શકાય તે માટે મોક ટેસ્ટ જરૂરી છે. જોકે ફેકલ્ટી સત્તાધીશો દ્વારા હજુ સુધી મોક ટેસ્ટ ની જાહેરાત કરવામાં આવી નથી. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એ જાન્યુઆરી 2021 માં છેલ્લી શાળાકીય પરીક્ષા આપી હતી ત્યાર પછી એક વર્ષે પ્રથમ વર્ષમાં પરીક્ષા આપશે. વિદ્યાર્થી આગેવાન પંકજ જયસ્વાલ દ્વારા સત્તાધિશોને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...